GSTV
India News Trending

વાયુ સેનાના ચાર અધિકારીઓની હત્યા કેસમાં યાસીન મલિક સહિત સાત દોષિત

યાસીન

જમ્મુની ટાડા કોર્ટે 1990માં વાયુ સેનાના અધિકારી અને અન્ય ત્રણની હત્યા મામલે યાસીન મલિક અને અન્ય છ વિરૂદ્ધ આરોપો નિર્ધારિત કર્યા છે. આશરે 30 વર્ષ જૂના આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે યાસીન મલિક અને અન્ય તમામ આરોપીઓ સ્ક્વોડ્રન લીડર રવિ ખન્ના અને તેમના ત્રણ સાથીદારની હત્યામાં સામેલ હતા તેના પૂરતા પુરાવા હોવાનું સ્વીકાર્યું હતું.

સુરક્ષાના કારણોસર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી

આ કેસમાં કોર્ટે તમામ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 302, 307, ટાડા એક્ટ 1987 અને આર્મ્સ એક્ટ 1959 સહિત વિવિધ કલમો અંતર્ગત વિભિન્ન આરોપો નિર્ધારિત કરવા આદેશ આપ્યો હતો. યાસીન મલિક અને આ કેસના અન્ય એક આરોપી શૌકત બખ્શીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટની કાર્યવાહી જોઈ હતી અને તેમને સુરક્ષાના કારણોસર વ્યક્તિગતરૂપે કોર્ટમાં હાજર નહોતા રાખવામાં આવ્યા.

યાસિન

રવિ ખન્ના અને તેમના સાથીદારો 25 જાન્યુઆરી, 1990ના રોજ શ્રીનગરના એરફોર્સ બેઝ તરફ જઈ રહ્યા હતા તે સમયે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં વાયુ સેનાના બે અધિકારીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે અધિકારીઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ હુમલામાં વાયુ સેનાના અન્ય 40 જેટલા અધિકારીઓ પણ ઘાયલ થયા હતા.

યાસીન આ મામલે 19 વર્ષ સુધી જામીન પર રહ્યો હતો અને ગત વર્ષે તેની ધરપકડ કરવામાં આવી ત્યારથી તે જેલમાં જ છે. ઉલ્લેખનીય છે કે, યાસીન વિરૂદ્ધ ટેરર ફન્ડિંગ અને મુફ્તી મોહમ્મદ સઈદની દીકરીના અપહરણનો કેસ પણ નોંધાયેલો છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV