અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહેલા યશવંત સિન્હાએ ઈ શ્રીધરનના 88 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાવાને લઈને ભારતીય જનતા પાર્ટી પર સવાલો ઉભા કર્યા છે. એક ઈન્ટરવ્યૂમાં સિન્હા જણાવે છે કે, શ્રીધરન માટે ભારતીય જનતા પાર્ટીએ પોતે જ બનાવેલા નિયમો તોડી નાખ્યા. તેમણે તો પોતાના બ્લોગમાં લખ્યુ છે કે, 88 વર્ષના શ્રીધરનને પાર્ટીમાં સામેલ કરાવીને કેરળના રાજકારણમાં ઉતરવાની તૈયારી ચાલી રહી છે. નિશ્ચિતપણે કેરલમાં પોતાનો પાયો નાખવા ભાજપ મથી રહ્યુ છે. જેમાં ઈ શ્રીધરન તેમના કામે આવી શકે છે. આમ પણ શ્રીધરને રાજ્યપાલ બનવાની ના પાડી દીધી છે. પણ મુખ્યમંત્રીના પદથી તેમને કોઈ વાંધો નથી.

2014માં ઉંમરનું બહાનું બનાવીને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મંત્રી બનવા અને બાદમાં 2019માં ચૂંટણી લડતા રોકવામાં આવ્યા હતા. આ બંને નેતાઓને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવાયા હતા. જો કે, ભાજપે તેમ છતાં પણ 75 વર્ષના યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવ્યા હતા. જેનો અર્થ એ જ થાય છે કે, અડવાણી-જોશીને તેમના જ ચેલાએ સાઈડમાં કરી નાખ્યા. આ સાથે જ આ બંને નેતાઓની રાજનીતિનો પણ અંત આવ્યો અને એ પણ પોતાના ચેલા દ્વારા.

પહેલા પણ તૂટ્યા છે નિયમ
યશવંત સિન્હા લખે છે કે, થોડા વર્ષ પહેલા નરેન્દ્ર મોદી પાર્ટીમાં એટલા શક્તિશાળી નહોતા. ત્યારે એવો નિયમ બનાવામાં આવ્યો હતો કે, બે વખતથી વધારે રાજ્યસભા, કોઈને મોકલવામાં આવશે નહીં. જે અંતર્ગત અરુણ શૌરી અને શત્રૂઘ્ન સિંન્હા રાજ્યસભા જવાથી વંચિત રહી ગયા. જો કે, બાદમાં અરુણ જેટલી માટે આ નિયમ તોડવામાં આવ્યો.

અમુક વાતો જનતા પર છોડી દેવી જોઈએ
પૂર્વ નાણામંત્રી સિન્હાએ આરોપ લગાવ્યો છે કે, ભારતમાં રાજકીય પાર્ટીઓ પોતાના નફા-નુકસાન જોઈને પાર્ટીના નિયમો બનાવતા હોય છે અને તોડતા હોય છે. ત્યારે આવા સમયે લોકતંત્રમાં અમુક વાતો જનતા પર છોડી દેવી જોઈએ. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, શું ઈ શ્રીધરન ભાજપને લાભ અપાવી શકશે ખરાં ?
READ ALSO
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું
- કેરળ: ડાબેરીઓની સરકાર હટાવવી લોઢાના ચણા ચાવવા સમાન, ભાજપને અસ્તિત્વનાં પણ છે અહીં ફાંફા
- પુડુચેરી/ ભાજપની ગેમમાં અહીં લાગુ છે રાષ્ટ્રપતિ શાસન, કોંગ્રેસનો દબદબો છતાં ખોવી પડી છે સત્તા
- મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ