GSTV
National Politics Trending

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે બળિયાની ટક્કર : યશવંત સિંહા પાસે મતની ટકાવારી ઓછી પણ છે મજબૂત ઉમેદવાર

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં યશવંત સિંહા વર્સીસ દ્રૌપદી મુર્મુનો જંગ થશે. તમામ વિપક્ષોએ બુધવારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણુમૂલ કોંગ્રેસના નેતા યશવંત સિંહાની રાષ્ટ્રપતિપદના સંયુક્ત ઉમેદવાર તરીકે પસંદગી કરી તેના કલાકો પછી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુના નામ પર મંજૂરીની મહોર મારી દીધી.

મંગળવારે સાંજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની મીટિંગમાં નરેન્દ્ર મોદીએ મૂકેલી દ્રૌપદી મુર્મુના નામને સર્વસંમતિથી મંજૂરી મળતાં સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી દેવાઈ. સિંહા ૨૭ જૂનની સવારે ૧૧ : ૩૦ વાગ્યે જ્યારે મુર્મુ ૨૫ જૂને ઉમેદવારી નોંધાવશે.

રાજકીય વિશ્લેષકોના મતે, સિંહા અને મુર્મુ બંને રાષ્ટ્રપતિપદ માટે યોગ્ય ઉમેદવાર છે અને રાજકીય રીતે પણ ભવ્ય કારકિર્દી ધરાવે છે તેથી લાંબા સમય પછી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રાજકીય રીત મજબૂત ઉમેદવારોની ટક્કર જોવા મળશે. આ ટક્કરમાં બૌધ્ધિક રીતે સિંહાનું પલ્લુ નમે છે જ્યારે સંઘર્ષ અને જનસંપર્કની રીતે દ્રૌપદી મુર્મુ મજબૂત છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતોનાં સમીકરણોમાં મુર્મુંનું પલ્લુ નમે છે એ જોતાં તેમની જીત લગભગ નક્કી છે.

READ ALSO:

Related posts

RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ

Hardik Hingu

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!

GSTV Web Desk
GSTV