GSTV
ANDAR NI VAT

યશવંત સિન્હાને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવી વિપક્ષની ભાજપને લપડાક

રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર થતા રાજકીય વર્તૂળોમાં એવી ટીખળ શરૂ થઈ હતી કે વિરોધપક્ષોએ લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ. વિરોધપક્ષોએ સાવ આવું તો નથી કર્યું, પરંતુ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરીને ભાજપને નુક્તેચિની કરી લીધી છે.

યશવંત સિન્હા એક સમયના દિગ્ગજ બીજેપી નેતા. 24 વર્ષ આઇએએસ અધિકારી રહ્યા. 1984માં જય પ્રકાશ નારાયણથી પ્રભાવિત થઈને રાજનીતિમાં ઝંપલાવ્યું. ચંદ્રશેખરની સરકારમાં નાણાં મંત્રી હતા. એ ઉપરાંત નાણાં સચિવ પણ રહી ચૂક્યા છે. વાજપેયીની સરકારમાં વિદેશ મંત્રી અને નાણાંમંત્રી બંને મોટા પદ સંભાળ્યા. તેઓ એક માત્ર એવા વિદેશમંત્રી છે જેમને અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમની ઑવાલ ઑફિસે મળવા બોલાવ્યા હોય.

યશવંત સિન્હાની રાજનીતિ મજબૂત વિરોધપક્ષની ભાવનામાંથી જ જન્મી છે. જનતા પાર્ટીનું ગઠન વિપક્ષને મજબૂત બનાવવા તથા સ્થાપિત હિત બની ચૂકેલી કોંગ્રેસને હટાવવા માટે થયું હતું. આજે એ જ સ્થિતિ ભાજપના પક્ષે છે. ભાજપ સ્થાપિત હિત બની ચૂક્યો છે અને વિપક્ષ કમજોર પડી ગયો છે. એટલે જ યશવંત સિન્હાએ વિરોધપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર બનવાનો નિર્ણય કર્યો છે. તેઓ બંધારણને હાડોહાડ વફાદાર છે.

કોંગ્રેસ જો પોતાના પક્ષના કોઈ નેતાને રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવત તો તૃણમૂલ કોંગ્રેસથી લઈને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સુધીના પક્ષો આડા ફાટ્યા હોત. મોટા ભાગના વિરોધપક્ષો એક સમયના અડવાણીના ખાસ એવા યશવંત સિન્હાને મત આપવા સહમત થશે. જો તેમાં ઓડિશાના પ્રમુખ નવીન પટનાયક અને વાયઆરએસ કોંગ્રેસનું સમર્થન પણ ભળી જાય તો ભાજપના રાષ્ટ્રપતિ ઉમેદવાર પરાજિત થઈ શકે છે.

READ ALSO

Related posts

કટ્ટરપંથને નિયંત્રિત કરવાની જરૂરઃ અસદુદ્દીન ઔવેસી

Binas Saiyed

આપણે સંગઠિત થઈને નફરતને હરાવવાની છેઃ રાહુલ ગાંધી

Damini Patel

શું ઉદ્ધવ ઠાકરે ફ્લોર ટેસ્ટ જીતી શકશે?

Damini Patel
GSTV