GSTV

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી મામલો: ફરાર આરોપીએ કર્યો મોટો દાવો, ધરપકડથી બચવા માટે કુંદ્રાએ ક્રાઈમ બ્રાન્ચને 25 લાખ આપ્યા

રાજ

Last Updated on July 22, 2021 by Pravin Makwana

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી મામલામાં એક ફરાર આરોપીએ મોટા દાવો કર્યો છે. આરોપી યશ ઠાકુરે દાવો કર્યો છે અને પોલીસ વિભાગ પર સવાલો કર્યા છે. યશ ઠાકુરે દાવો કર્યો છે કે, રાજ કુંદ્રાએ ધરપકડથી બચવા માટે ક્રાઈમ બ્રાન્ચને 25 લાખ રૂપિયાની લાંચ આપી છે.

ઠાકુરના દાવા બાદ પોલીસ પણ શંકાનાઘેરામાં આવી છે.યશ ઠાકુરનુ કહેવુ છે કે, આ મામલામાં મેં એસીપીને પણ ફરિયાદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ રાજ કુન્દ્રા પાસે 25 લાખ રૂપિયા લીધા હતા. એસીબી દ્વારા મારા મેલને એપ્રિલ મહિનામાં જ મુંબઈ પોલીસ કમિશનરને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઠાકુર પોતે  પોર્ન ફિલ્મોના મામલામાં આરોપી છે.તેના પર કેસ પણ કરવામાં આવ્યો છે. હાલમાં તે ફરાર છે. બીજી તરફ રાજ કુન્દ્રા 23 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે. રાજના પાર્ટનર અને બનેવી પ્રદીપ બખ્શીની પણ મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. તેની સામે પણ પોલીસે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે.

પ્રદીપ બખ્શી જ યુકેમાં રહીને રાજ દ્વારા મોકલવામાં આવતી પોર્નોગ્રાફિક ફિલ્મોને અલગ અલગ પ્લેટફોર્મ પર અપલોડ કરતો હોવાનુ પોલીસનુ માનવુ છે.

READ ALSO

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!