GSTV
Home » News » રાજકોટથી ચારધામની યાત્રાએ જનારા પરિવારના મૃતદેહોને હવાઇ માર્ગે લવાશે ગુજરાત

રાજકોટથી ચારધામની યાત્રાએ જનારા પરિવારના મૃતદેહોને હવાઇ માર્ગે લવાશે ગુજરાત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા નવનાં મૃતદેહને હવાઇ માર્ગે ગુજરાત લવાશે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે? કુદરતની લીલા અકળ હોય છે. રાજકોટથી ચારધામની યાત્રાએ જનારા પરિવારને ક્યાં ખબર હતી કે હરિદ્વાર પછી યમનોત્રી દર્શન કર્યા બાદ ગંગોત્રી પહોંચીએ તે પહેલાં જ અધવચ્ચે અકસ્માત સર્જાશે? અને એકસાથે રાજકોટની 8 વ્યક્તિઓ કાળનો કોળિયો બની જશે.

પરંતુ આજે મોડી સાંજે સમાચાર આવ્યા ત્યારે રાજકોટના કાચા પરિવાર ઉપર જાણે આભ ફાટી પડયું હોય તેવી કરૂમ સ્થિતિ સર્જાઈ હતી. ગંગોત્રી નજીક રસ્તા ઉપર ટેમ્પો ટ્રાવેલ્સ ખીણમાં ખાબકતા હરીદ્વારના ડ્રાઈવર સહિત નવ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટના દેવપરા વિસ્તાર નજીક આવેલા પીપળીયા હોલ પાસેથી જુદી જુદી સોસાયટીમાં રહેતા કડીયા પરિવારની 13 થી 14 વ્યક્તિઓ અહીંથી ચારધામની યાત્રા મારફતે ટ્રેનમાં 30 સપ્ટે.ના હરીદ્વાર જવા રવાના થયા હતા. હરીદ્વારમાં બે-ત્રણ દિવસ શાંતિથી રહ્યા બાદ આ પરિવારજનોએ અહીંથી ચાર ધામની યાત્રાએ જવાનું નક્કી કરતા ટેમ્પો ટ્રાવેલ્સ ભાડે કરીને ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ જવાનું આયોજન કર્યું હતું.

બધા જ પરિવારજનોને મનમાં અહીં આવ્યા છીએ તો જાણીતા યાત્રાધામમાં ભગવાનના દર્શન કરીને જ રાજકોટ પાછા જઈએ તેવી હોંશ હતી. તેથી હરીદ્વારથી તા. 2 ઓક્ટો.ના ટેમ્પો ટ્રાવેલર બુક કરીને યમનોત્રી ધામ જવા રવાના થયા હતા જ્યાં તા. 3 ઓક્ટોબર ભગવાનના દર્શન કર્યા બાદ આ યાત્રાળુઓ ઉતરકાશી આવી પહોંચ્યા હતા.

અહીંથી તા. 5 ઓક્ટો.ના ગંગોત્રી દર્શન માટે પહોંચ્યા હતા. અહીં ભગવાનના સુખરૂપ દર્શન કર્યા બાદ આ પરિવારજનો ટેમ્પો ટ્રાવેલ્સમાં પરત ફરી રહ્યા હતા ત્યારે સુનગર પાસે એકોક ટેમ્પો ટ્રાવેલર ખાઈમાં ખાબકતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે જ ઉતરકાશીથી હર્ષિલ તરફ જઈ રહેલા આઈ.ટી.બી.પી.ના જવાનોની નજર ખાઈમાં પડેલ ખાબકેલા ટેમ્પો ટ્રાવેલ્સ ઉપર પડતા તેઓને તુરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તેમજ બનાવની ગંભીરતા સમજી આ જવાનો રેસ્ક્યુની કામગીરીમાં લાગી ગયા હતા.

થોડીવારમાં જ એફડીઆરએફ અને પોલીસ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કમનસીબે ઘટનાસ્થળે જ નવ વ્યક્તિઓના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બે મૃતદેહ વાહનોમાં ફસાયા હતા. તેની જાણ થતા તુરત જ તેને બહાર કાઢવામાં આવ્યા હતે. તેમજ જુદી જુદી જગ્યાએ પડેલા 7 મૃતદેહ કબજે કરીને સ્થાનિક પોલીસે ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

સદનશીબે આ સમયે પાંચ યાત્રાળુઓ ગંબીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળતા તેઓને તુરત જ ઉતરકાશીમાં પ્રાથમિક સારવાર આપીને દહેરાદુન ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર આશિષ ચૌહાણ, એસડીએમ દેવેન્દ્ર નેગી સહિતના અધિકારીઓએ મોડે સુધી અહીં હાજર રહીને ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવા તેમજ મૃતકોના પરિવારજનોને ઘટનાની જાણ કરવાની ડ્યુટી બજાવી હતી. રાજકોટમાં ભાજપના યુવા કાર્યકર અને અગ્રણી એવા વિરેન કાચાના સાસુ-સસરા, કાકા-કાકી સહિતના પરિવારજનો આ અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાને સમર્થન આપીને વિરેન કાચાએ જણાવ્યું હતું કે રાજકોટની જુદી જુદી સોસાયટીમાં રહેતા અમારા પરિવારજનો હરિદ્વાર સહિતના ચાર ધામની યાત્રાએ જવા રવાના થયા હતા. ત્યાં આજે દુર્ઘટના સર્જાઈ છે જેમાં આઠ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ મૃતદેહોને સંભવતઃ આજ રોજ રાજકોટ લાવવા માટેની વ્યવસ્થા વિચારવામાં આવી રહી છે.

આ બનાવની જાણ થતા અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. રઘુવીર પાર્ક, મહેશ્વર સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા કડીયા પરિવારમાં હૃદયફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ બનાવના પગલે મોડી રાત્રિના અસરગ્રસ્ત પરિવારના ઘેર ભાજપના આગેવાનો સાંત્વના આપવા માટે દોડી ગયા હોવાનું જાણવા મળે છે.

રાજકોટના મૃતકો-ઈજાગ્રસ્તોના નામ

 1. 1. હેમરાજભાઈ બેચરભાઈ (ઉ. 55)
 2. 2. ભગવાનજીભાઈ ભવાનભાઈ (ઉ. 55)
 3. 3. ચંદુભાઈ નરસીભાઈ (ઉ. 58)
 4. 4. દેવજીભાઈ હીરજીભાઈ (ઉ. 62)
 5. 5. મગનભાઈ (ઉ. 62)
 6. 6. ભાનુબેન દેવજીભાઈ (ઉ. 60)
 7. 7. ગોદાવરીબેન ભગવાનજીભાઈ (ઉ. 50)
 8. 8. ડ્રાઈવર દિનેશ (ઉ. 35 રહે. દેવબંધ, યુ.પી.)
 9. 9. બેચરભાઈ રામજીભાઈ (ઉ. 70 રહે. પુના)

ઈજાગ્રસ્તો

 1. 1. કંચનબેન હેમરાજભાઈ
 2. 2. લીલાબેન ચંદુભાઈ
 3. 3. દયાળજીભાઈ તુલસીભાઈ જાદવ
 4. 4. પુષ્પાબેન દયાળજીભાઈ
 5. 5. મુક્તાબેન બેચરભાઈ

ઉબડ-ખાબડવાળા રસ્તાને લીધે ગંભીર અકસ્માત
ઊંડી ખીણ અને વરસાદને લીધે રેસ્ક્યુ કાર્યમાં મુશ્કેલી પડી
ભારત-તિબેટ બોર્ડના જવાનોએ વાહનમાં ફસાયેલા મૃતદેહ બહાર કાઢ્યા; ઈજાગ્રસ્તો દહેરાદૂન હોસ્પિટલમાં

ઉતરકાશીના જિલ્લા કક્ષાના મુખ્ય મથકથી 43 કિ.મી. દૂર આવેલા ગંગોત્રી હાઈવે પર સર્જાયેલા ગંભીર અકસ્માતની પાછળ કાચો રસ્તો જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ હાઈવે ઉપર ડામર ઉખડી ગયો હોવાના કારણે મોટા ગાબડા પડયા હોવાથી ડ્રાઈવરે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હોવાનું ઉતરકાશી જિલ્લા વહિવટી તંત્રના સુત્રોએ જણાવ્યું છે.

રેસ્ક્યુની કામગીરી સાથે સંકળાયેલા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની જાણ થતા તુરત જ ભારત અને તિબેટની સીમા પર ફરજ બજાવતા જવાનોને પણ ઘટના સ્થળે પહોંચી જઈને રેસ્ક્યુની કામગીરીમાં સામેલ થવાનું જણાવવામાં આવ્યું હતું.

સ્થાનિક પોલીસ અને જિલ્લા વહિવટી તંત્રની સાથે લશ્કરના જવાનોએ પણ કલાકો સુધી બચાવ રાહત કાર્યમાં જોડાયેલા રહ્યા હતા પરંતુ કમનસીબે વરસાદ હોવાના કારણે આ કામ સતત ૩ કલાક સુધી ચાલતુ રહ્યું હતું. ખીણ ઊંડી હોવાના કારણે તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં પણ મુશ્કેલી નડી હતી.

બે વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા હતા. તે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા તથા આ અકસ્માતમાંથી બચી ગયેલા કડીયા પરિવારના લોકોને દહેરાદુનની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

Related posts

નવરાત્રી બાદ હવે મેઘરાજા દિવાળી બગાડવાની તૈયારીમાં, આ તારીખે પડશે ધોધમાર વરસાદ

Mayur

આ બે દેશો વચ્ચે નોનસ્ટોપ 20 કલાક વિમાન ઉડશે, વિશ્વ વિક્રમની હારમાળા સર્જવા કન્ટાસ તૈયાર

Mayur

અફઘાનિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ 62નાં મોત, 36થી વધુને ઈજા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!