GSTV
Home » News » જબરદસ્ત ડીલ! ફક્ત 4999 રૂપિયામાં લઇ જાઓ આ કંપનીનું સ્કૂટર કે બાઇક, 31 ઓક્ટોબર સુધી જ છે ઑફર

જબરદસ્ત ડીલ! ફક્ત 4999 રૂપિયામાં લઇ જાઓ આ કંપનીનું સ્કૂટર કે બાઇક, 31 ઓક્ટોબર સુધી જ છે ઑફર

લાગી રહ્યું છે કે દિવાળીનો તહેવાર લોકો માટે ઢગલાબંધ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ લઇને આવવાની છે. ખાસ કરીને ઑટો કંપનીઓ પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત ઑફર્સ લઇને આવી છે. યામાહાએ પોતાના ગ્રાહકો માટે કેટલીક ખાસ ઑફર્સ રજૂ કરી છે જેમાં હવે ગ્રાહકોએ બાઇક કે સ્કૂટર ખરીદવા માટે વધુ વિચારવુ નહી પડે.

4999માં ઘરે લઇ જાઓ બાઇક

યામાહાએ ગ્રાહકો માટે ઓછા ડાઉન પેમેન્ટની ઑફર રજૂ કરી છે. ફક્ત 4,999 રૂપિયા આપીને સ્કૂટર અને બાઇક (સિલેક્ટેડ મોડલ્સ) ઘરે લઇ જઇ શકો છો. પેમેન્ટ અને EMI માટે તમે સીધો યામાહા ડીલરશીપને સંપર્ક સાધી શકો છો.

અન્ય ઑફર્સ

આ ઉપરાંત કંપની ફક્ત 6.9 ટકા વ્યાજ દરની ઑફર પણ આપી રહી છે. આ ઉપરાંત યામાહની બાઇક અને સ્કૂટર ખરીદવા પર ગ્રાહકો 8280 રૂપિયા સુધીની બચત પણ કરી શકે છે. આ તમામ ઑફર્સ 31 ઑક્ટોબર સુધી માન્ય છે. આ ઉપરાંત Paytm Mall પરથી ખરીદવા પર ગ્રાહકોને 7 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળશે.

જબરદસ્ત ડીલ

જો તમે યામાહાનુ સ્કૂટર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો આ તમારી પાસે સોનેરી તક છે. કારણ કે આવી ડીલ તમને ભવિષ્યમાં ન પણ મળે. મંદીના કારણે આ તમામ ઑફર્સ આપવામાં આવી રહી છે. ઓછા ડાઉન પેમેન્ટ અને ઓછા વ્યાજ દરે તમે ઘણી બચત કરી શકો છો.

Read Also

Related posts

સરકાર આ એરલાઈન્સનુ ખાનગીકરણ કરી ખોટની ભરપાઈ કરવાની તૈયારીમાં

Nilesh Jethva

ના પેટ્રોલનું ટેન્શન કે ના હેલમેટનું ટેન્શન, યુવકે એવી બનાવી બાઈક કે ધડાધડ મળ્યા ઓર્ડર

Mayur

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!