GSTV
Home » News » YAMAHA કંપનીએ લોન્ચ કર્યા FZ-FI અને FZS-FIનાં BS-6 વેરિયન્ટ, જાણો તેના ફિચર્સ

YAMAHA કંપનીએ લોન્ચ કર્યા FZ-FI અને FZS-FIનાં BS-6 વેરિયન્ટ, જાણો તેના ફિચર્સ

યામાહા ઇન્ડિયાએ બે નવી મોટરસાયકલ્સ લોન્ચ કરી છે. બંને બીએસ 6 મોટર સાયકલ છે. યામાહાએ BS6 FZ-FI અને BS6 FZS-FI લોન્ચ કરી છે. બીએસ 6 એફઝેડ-એફઆઈ મોટરસાયકલની કિંમત 99,200 રૂપિયા છે (એક્સ શોરૂમ કિંમત). તેમજ, યામાહાની એફઝેડએસ-એફઆઈની કિંમત 101,200 રૂપિયા છે (એક્સ શોરૂમ કિંમત). એફઝેડના અપગ્રેડેડ વેરિઅન્ટ લોન્ચ કરવાની સાથે સાથે, યામાહાએ એફઝેડએસ-એફઆઈ માટે બે નવા રંગના વિકલ્પો રજૂ કર્યા છે. જેમાં ડાર્કનાઇટ અને મેટાલિક ગ્રે છે.

FZ, BS6 નોર્મ્સ સાથે આવનાર પહેલી સીરીઝ ડાર્ક નાઇટ કલરવાળી યામાહા એફઝેડએસ-એફઆઈની કિંમત 102,200 રૂપિયા છે (એક્સ શોરૂમ ભાવ). એફઝેડ એ યામાહાની પ્રથમ સીરીઝ છે. જે BS6 કોન્ફિગરેશન્સમાં રજૂ કરવામાં આવી છે. બીએસ -4 કોમ્પ્લિઅન્ટ એફઝેડ-એફઆઈની કિંમત 96,680 રૂપિયા હતી,

જ્યારે એફઝેડએસ-એફઆઈના બીએસ -4 વેરિઅન્ટની કિંમત 98,680 રૂપિયા છે. યામાહાની બીએસ -6 કોમ્પ્લિઅન્ટ એફઝેડ-એફઆઇ અને એફઝેડએસ-એફઆઈ મોટરસાયકલોમાં 149 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 12.4 એચપી પાવર અને 13.6 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે.

ફ્રંટ વીઈલ્સ પર સિંગલ-ચેનલ ABS એફઝેડ-એફઆઈ અને એફઝેડએસ-એફઆઈ મોટરસાયકલોના બીએસ 6 વેરિયન્ટમાં ફ્રન્ટ વ્હીલ્સ પર સિંગલ ચેનલ એબીએસ ધરાવે છે. આ ઉપરાંત મોટરસાઇકલના આગળના અને પાછળના વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ આપવામાં આવ્યા છે.

ઉપરાંત, બાઇક્સમાં એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સિંગલ પીસ અને ટૂ લેયર સીટ આપવામાં આવી છે. દેશમાં 1 એપ્રિલ 2020થી બીએસ -6 ધોરણો લાગુ થવા જઈ રહ્યા છે. આ રીતે, યામાહા ભારત આગામી કેટલાક મહિનામાં વધુ BS-6 સુસંગત ઉત્પાદનો લોંચ કરશે. યામાહા 19 ડિસેમ્બર 2019 ના રોજ બીએસ 6 એન્જિન સાથે આર 3 ફેસલિફ્ટ રજૂ કરી શકે છે.

READ ALSO

Related posts

HDFCમાં આ સેવા ખોરવાઈ, બેન્કે માફી માગી પણ ગ્રાહકોએ બેન્કના ખાવા પડ્યા ધક્કા

Karan

SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

Karan

ખેડૂત આગેવાનો સાથે આ ધારાસભ્યએ સરકાર સામે નોંધાવ્યો અનોખો વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!