ઘણીવાર સુંદરતા પણ મુશ્કેલીઓમાં વધારો કરતી હોય છે. આવું જ કંઈ વિશ્વની સૌથી સુંદર યુવતી તરીકે પસંદગી પામેલી યેલ શેલ્બિયા સાથે પણ બન્યું છે. તેને પોતાની સુંદરતાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને સોશિયલ મીડિયા જગતમાં.
વિશ્વની સૌથી સુંદર યુવતી…
યેલ શેલ્બિયા ઈઝરાયલી મૉડલ અને એક્ટ્રેસ છે. વર્ષ 2020માં ટીસી કેંડલર તરફથી વિશ્વની સૌથી સુંદર યુવતીનું ટાઈટલ મળ્યું હતું. તેની તસવીરો વિશ્વની તમામ મેગઝિનમાં પબ્લિશ થઈ ચૂકી છે. તેની સુંદરતાની ચર્ચા તમામ તરફ થતી રહી છે. પરંતુ ઈન્ટરનેટ જગતમાં તેણે સુંદરતાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યેલ શેલ્બિયાએ ઈન્ટરનેટ પર કરવામા આવતી ટ્રોલિંગ અંગે રડતા-રડતા વાત કરી હતી. તેણે જણાવ્યું કે, તેને સુંદરતાને કારણે ટ્રોલ કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શેલ્બિયાના ઈન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયન ફોલોઅર્સ છે.

ઈઝરાયલની યહુદી યુવતી છે શેલ્બિયા…
યેલનો જન્મ ઈઝરાયલના એક નાના શહેરમાં યહુદી પરિવારમાં થયો હતો. તેણે 16 વર્ષની વયે મૉડલિંગ શરૂ કરી હતી. એક સ્થાનિક ફોટોગ્રાફરે તેની તસવીરો ક્લિક કરી ત્યારે સમગ્ર વિશ્વની નજર શેલ્બિયા પર પડી હતી. યેલ ઈઝરાયલી એરફોર્સમાં પોતાની સેવા આપી ચૂકી છે અને હવે મૉડલિંગ કરે છે.
વિશ્વની સૌથી સુંદર યુવતીઓની યાદીમાં યેલ પ્રથમવાર નથી પહોંચી. પરંતુ તે સતત 4 વર્ષથી આ લિસ્ટમાં સામેલ થઈ રહી છે. વર્ષ 2017માં યેલ 14માં ક્રમે હતી, જ્યારે 2018માં ત્રીજા અને ગત વર્ષે 2019માં બીજા ક્રમે રહ્યાં બાદ હવે તે ટૉપ પર છે.
READ ALSO
- બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ
- શેર બજારમાં તેજીનો માહોલ/ સેન્સેક્સ 600 અંકના ઉછાળા સાથે 51,382ના, નિફ્ટી 15,148 અંકોના સ્તર પર
- ઝટકો: રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ, GujCTOC કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા દાખલ થઈ અરજી
- શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!