GSTV

પીએમ મોદીની ચેલેન્જ/ કૃષિ કાયદાથી થનારા નુક્સાનને મને સમજાવે હું કાયદાઓ પરત ખેંચી લઈશ, કાયદો ન જાણતા કરે છે ટીકાઓ

બજેટ

પીએમ મોદીએ ચર્ચ પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મંગળવારે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે પણ આ કાયદાની ટીકા કરનારાઓએ કાયદાનો અભ્યાસ કર્યો જ નથી. જો મને કોઈ નવા કાયદાથી થનારા નુકસાન સમજાવી દે તો હું કાયદા પાછા ખેંચવા પર વિચાર કરી શકું છું.

ચર્ચના ટોચના ધર્મગુરુઓના પ્રતિનિધિ મંડળે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે અપીલ કરી

દેશના વિવિધ ચર્ચના ટોચના ધર્મગુરુઓના પ્રતિનિધિ મંડળે પીએમ મોદીને નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે અપીલ કરી હતી. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ત્રણે કાયદા ખેડૂતોના હિતમાં છે. મારી ચિંતા એ છે કે, કોઈ કાયદા અંગે અભ્યાસ નથી કરી રહ્યું અને માત્ર ખેડૂત આંદોલન અંગે જ વાંચી રહ્યું છે. લોકોએ બિલનો અભ્યાસ કરવાની જરુર છે. જો કોઈ મને તેનાથી થનારા નુકસાન અંગે જણાવે તો હું તેના પર ફરી વિચારણા કરીશ.

આ કાયદા મંજૂર કરતા પહેલા સરકારે કોઈ વાતચીત નથી કરી તે વાત પણ ખોટી

ધર્મગુરુઓના કહેવા પ્રમાણે પીએમ મોદીએ કહ્યું હતું કે આ કાયદા મંજૂર કરતા પહેલા સરકારે કોઈ વાતચીત નથી કરી તે વાત પણ ખોટી છે. નવા કૃષિ કાયદા પહેલા ઘણી ચર્ચા કરવામાં આવી હતી. સંખ્યાબંધ અનૌપચારિક બેઠકો યોજવામાં આવી હતી અને એ પછી કાયદા મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા.

ખેડૂત આંદોલનમાં સામેલ વધુ એક ખેડૂતે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી

ખેડૂત આંદોલનમાં સામેલ વધુ એક ખેડૂતે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે.જોકે આટલા ખેડૂતોના મોત બાદ પણ સરકાર નવા કૃષિ કાયદાનો અમલ કરવા માટે મક્કમ છે. મળતી વિગતો પ્રમાણે છેલ્લા 56 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દરમિયાન મંગળવારે દિલ્હીની ટીકરી બોર્ડર પર હરિયાણાના રોહતક જિલ્લાના જયભગવાન રાણા નામના ખેડૂતની અચાનક સાંજે સાડા ચાર વાગ્યે તબિયત બગડી હતી. દરમિયાન આંદોલનકારીઓએ કહ્યું હતું કે, ખેડૂતે ઝેર ખાઈ લીધુ છે. એ પછી ખેડૂતને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલ જતાં પહેલાં આ ખેડૂતે કહ્યું હતું કે, બે મહિનાથી ખેડૂતો અહીંયા બેઠા છે અને સરકાર તેમને સાંભળી રહી નથી. જીવતા ખેડૂતોની વાત સરકાર સાંભળી રહી નથી તો શક્ય છે કે, મર્યા પછી સાંભળશે. હું તમને રિક્વેસ્ટ કરુ છું કે, મને મરવા દો.

ખેડૂત નેતાઓ કાયદાની વિરુધ્ધમાં હોય તો નવા કાયદા રદ કરવામાં આવે

આટલું બોલતા બોલતા જયભગવાનને ઉલટી થવા માંડી હતી. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ પહેલાં તેમણે એક ખુલ્લો પત્ર લખીને કહ્યું હતું કે, ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવા માટે સરકાર તમામ રાજ્યોના બે-બે ખેડૂત નેતાઓ સાથે મીડિયાના હાજરીમાં વાત કરે. જો મોટાભાગના રાજ્યોના ખેડૂત નેતાઓ કાયદાની વિરુધ્ધમાં હોય તો નવા કાયદા રદ કરવામાં આવે. જો મોટાભાગના ખેડૂત નેતાઓ તેની તરફેણમાં હોય તો આંદોલન સમાપ્ત કરવામાં આવે. દરમિયાન આ ખેડૂતનુ મંગળવારની મોડી રાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!