GSTV
Home » News » Xiaomi Redmi Y1 અને Redmi Y1 Lite નું વેચાણ શરૂ

Xiaomi Redmi Y1 અને Redmi Y1 Lite નું વેચાણ શરૂ

શાઓમીએ પોતાના બજેટ સ્માર્ટ ફોનની નવી સીરીઝના બે ફોન Xiaomi Redmi Y1 અને Redmi Y1 Lite નું વેચાણ 29 નવેમ્બરની બપોરના 12 વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બંને ફોન એમેઝોન ઇન્ડિયા અને mi.com પર ખરીદી શકીય છે. કેટલાંક દિવસો પછી તેને ઓફ લાઇન પણ ખરીદી શકાશે. MIUI 9 સીરીઝના પહેલા ફોન પણ આ જ છે. Xiaomi Redmi Y1ના 3 જીબી/32 જીબી વેરિયંટની કિંમત રૂ.8,999 છે અને 4જીબી/64જીબી વેરિયંટની કિંમત રૂ.10,999 રાખવામાં આવી છે. તેનાથી ઓછો પાવરફુલ Redmi Y1 Lite ના 2જીબી/16જીબી વેરિયંટની કિંમત રૂ.6,999 રાખવામાં આવી છે. આ ફોન ફક્ત એક જ વેરિયંટમાં ઉપલબ્ધ છે.

Redmi Y1
રેડમી વાય1 સ્માર્ટફોન ડ્યુએલ સિમ સ્માર્ટફોન છે, જે એન્ડ્રોઇડ નૂગા પર બેસ્ડ MIUI 9 પર રન કરશે. આ ફોનમાં ખાસ સેલ્ફી લાઇટ આપવામાં આવી છે, જેની સાથે 16 મેગાપિક્સલ કેમેરા અને 5.5 ઇંચ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેના પર કોર્નિંગ ગોરિલા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

આ ફોનમાં 13MP  પ્રાઇમરી કેમેરા અને 3080mAh બેટરી

 

આપવામાં આવી છે.  આ ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર છે જેની સાથે બે રેમ વેરિએંટ્સ ઉતારવામાં આવ્યા  છે. એકમાં 3GB  રેમ અને 32GB  સ્ટોરેજ છે તો બીજામાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ તથા ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

Redmi Y1 Lite
શાઓમી રેડમી Y1 લાઇટમાં 5.5 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેના પર કોર્નિંગ ગોરિલા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

 

તેમાં 13MP કેમેરા છે સાથે જ 3080mAh બેટરી આપવામાં આવી છે. આ ફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર છે જેની સાથે બે રેમ વેરિએંટ્સ ઉતારવામાં આવ્યા  છે. એકમાં 3GB  રેમ અને 32GB  સ્ટોરેજ છે તો બીજામાં 2GB રેમ અને 16 GB સ્ટોરેજ છે. Redmi Y1 Liteની કિંમત રૂ.6,999 છે.

Related posts

આ 5 રીતે કાર ચલાવવાની ટેવ છે? તો હજુ સમય છે ચેતી જજો, નહીં તો ગાડી ભંગાર થઈ જશે

Arohi

પ્રિ-ઇન્સ્ટોલ એપ્સના કારણે ફોન થઇ રહ્યો છે સ્લો? તો આ ટિપ્સ આવશે તમારા કામ

Bansari

Whatapp પર કર્યુ આ કામ તો મર્યા સમજજો, થશે કાનૂની કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!