GSTV
Home » News » Xiaomiના Redmi Note-8 સિરીઝ ફોનનાં વેચાણમાં કરોડોનો આંકડો થયો પાર, જાણો તેની વિશેષતા

Xiaomiના Redmi Note-8 સિરીઝ ફોનનાં વેચાણમાં કરોડોનો આંકડો થયો પાર, જાણો તેની વિશેષતા

Xiaomiએ Redmi Note 8 સીરીઝના ફોન ત્રણ મહિના પહેલા બજારમાં મુકવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં Redmi Note 8 Pro અને Redmi Note 8 ફોન સામેલ છે. હવે કંપનીએ માહિતી આપી છે કે આ સિરીઝના અત્યાર સુધીમાં 1 કરોડ થી વધુ યુનિટ વેચાયા છે. Redmi Note 8 Pro અને Redmi Note 8  ઓગસ્ટના અંતમાં મુકવામાં આવ્યો હતો અને આ શ્રેણીનું લોન્ચિગ ભારતમાં ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યું હતું.

Xiaomiએ એમ પણ કહ્યું છે કે Redmi Note 7 સિરીઝની તુલનામાં, Note 8 શ્રેણી એક મહિના પહેલા 1 કરોડના વેચાણનો આંકડો પાર કરી ગયો. Xiaomiએ Weibo પરની એક પોસ્ટમાં જણાવ્યું છે કે આ સિદ્ધિ હાંસલ કરવા માટે, કંપનીએ દરરોજ સરેરાશ 110,000 યુનિટ વેચ્યા છે. ઉપરાંત, કંપની આજે Redmi K30 વિશે કંઈક જાહેર કરી શકે છે. શાઓમીએ પહેલેથી જ માહિતી આપી દીધી છે કે Redmi K30 સિરીઝનું લોન્ચ કરશે. તેમાં Redmi K30 Pro અને Redmi K30નો સમાવેશ થવાની સંભાવના છે. આ શ્રેણી 10 ડિસેમ્બરે લોન્ચ કરશે.

ગયા અઠવાડિયે શાઓમી ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે કંપનીએ આ શ્રેણીના 10 લાખથી વધુ એકમો એક મહિનામાં વેચી દીધા છે. આપણે ઉપર જણાવ્યા મુજબ Redmi Note 8 Pro અને Redmi Note 8 ઓક્ટોબરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

કંપનીએ ગયા અઠવાડિયે ભારતમાં Redmi Note 8 સિરીઝના નવા રંગીન ફોન પણ લોન્ચ કર્યા છે. Redmi Note 8 Proનું નવું ઇલેક્ટ્રિક બ્લુ કલર વેરિઅન્ટ અને Redmi Note 8નો નવો કોસ્મિક જાંબુડ કલર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં Redmi Note 8 Proની પ્રારંભિક કિંમત 14,999 રૂપિયા છે.

આ કિંમત 6GB + 64GB વેરિઅન્ટની છે. તે જ સમયે, ટોપ 8 જીબી + 128 જીબી વેરિએન્ટ્સની કિંમત 17,999 રૂપિયા છે. Redmi Note 8ની વાત કરીએ તો તેની પ્રારંભિક કિંમત 9,999 રૂપિયા છે. આ કિંમત 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજની છે. તે જ સમયે, 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

પતિ પત્નીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Nilesh Jethva

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!