GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

32 MPનો જમાનો ગયો, હવે આ કંપની લાવશે 64 MP કેમેરાવાળો ધાંસૂ સ્માર્ટફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીની સહાયક કંપની રેડમીએ સોમવારે પોતાના ઑફિશિયલ વીબો એકાઉન્ટ પર 64 મેગાપિક્સલ કેમેરા સેંસર વાળા પહેલા હેન્ડસેટથી લીધેલી એક તસવીર શેર કરી. શાઓમીના 64 મેગાપિક્સલ ફોનને લઇને પાછલા ઘણાં સમયથી અફવાઓ ચાલી રહી હતી પરંતુ હવે કંપનીએ તે કન્ફર્મ કરી દીધું છે કે તે 64 મેગાપિક્સલ વાળો સ્માર્ટફોન બનાવવા પર કામ કરી રહી છે. એટલે કે શાઓમી દુનિયાની પહેલી એવી કંપની હશે, જે 64 મેગાપિક્સલ કેમેરા ફોન લૉન્ચ કરશે.

એક ચીની વેબસાઇટ પર શાઓમીએ એક પોસ્ટ શેર કરી છે. એક અહેવાલ અનુસાર શેર કરવામાં આવેલી તસવીરમાં એક બિલાડીની ઇમેજ છે, જેમાં તેની એક આંખના સેક્શનને ઝૂમ કરવામાં આવ્યું છે. જેમાં જોઇ શકાય છે કે જેની ઝૂમ ક્વોલીટી કેટલી ઉમદા છે કે નાની-નાની બારીકીઓને પણ સરળતાથી જોઇ શકાય છે. કંપનીની આ પોસ્ટથી તે કન્ફર્મ થઇ ગયું છે કે આવનારો 64MP ફોન Redmi Series હશે.

હાલ આ 64 મેગાપિક્સલ વાળા રેડમી ફોનને કોઇ નામ આપવામાં નથી આવ્યુ. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સેમસંગનું 64 MP SOCELL Bright GW1 સેંસર હશે જેની ઘોષણા મે મહિનામાં કરવામાં આવી હતી.

Samsung અને Realme પણ લાવશે 64MP ફોન

આ ઉપરાંત ખબર મળી રહી છે કે સેમસંગ આવનારા સમયમાં 64 મેગાપિક્સલ કેમેરાવાળો ગેલેક્સી A સીરીઝ ફોન લૉન્ચ કરશે. તેવી જ રીતે રિયલમી ઇન્ડિયાના સીઇઓ માધવ શેઠે ગત મહિને નવા ફોનમાં 64 MP કેમેરા હોવાની વાત કરી હતી.

Read Also

Related posts

ભારતીય રેલવે શરૂ કરી રહ્યું છે મિશન- 160, માત્ર 12 કલાકમાં જ પહોંચી જવાશે દિલ્હીથી મુંબઈ

Mansi Patel

શું તમને પણ વારંવાર ગેસ લિકેજની પ્રોબ્લેમ સતાવી રહી છે, અહીં કરો ફરિયાદ ઝડપથી આવશે નિવારણ

Pravin Makwana

આ જન્માષ્ટમી પર ભક્તો નહી કરી શકે દ્વારકાધીશના દર્શન, આ ચાર દિવસ મંદિર રહેશે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!