GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની લોન્ચ કરશે પેરિસ્કોપ લેન્સ સાથેનો સ્માર્ટફોન, જાણો તેની ખાસિયતો

પેરિસ્કોપ લેન્સની સાથેનો સ્માર્ટફોન બજારમાં લાવવા માટે ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચર શાયોમી કાર્ય કરી રહી છે. ચાઈનીઝ પબ્લિકેશન માઈડ્રાઈવરની રિપોર્ટ અનુસાર, તાજેતરમાં કંપની કેમેરા કમ્પોનન્ટ્સ એન્ડ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ નામની એપ્લિકેશન હેઠળ પેરિસ્કોપ લેન્સ ઉપર કાર્ય કરતી હોવાનું જાણવા મળ્યુ છે. ર૦ ડિસેમ્બર ર૦૧૮ના રોજની કંપનીએ પેટન્ટ માટે અરજી કરી હતી.

જો કે હજી આ વાતની સ્પષ્ટતા થઈ નથી કે શાયોમીના આગામી સ્માર્ટફોનમાં આવી ટેકનોલોજી હશે કે નહિં. પ્રીમિયમ સુવિધા હોવાને કારણે એમઆઈ મિક્સ ૪માં આ સુવિધા હોવાની સંભાવના છે. તાજેતરની અટકળોના અનુસાર, આગામી સ્માર્ટફોન ૬૪ એમ સેમસંગ આઈએસઓસેલ જીડબ્લુ સેન્સર સાથે હશે. હાલ ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ હુવેઈ પી૩૦ પ્રો અને ઓપો રેનો ૧૦ એક્સ ઝુમમાં પહેલાથી પેરિસ્કોપ સુવિધા ઉપલબ્ધ છે.

શાયોમી પણ અન્ય ટેકનોલોજી માટે નવી ટેકનોલોજીને લઈને કાર્ય કરી છે. કંપનીએ અગાઉ ફોલ્ડિબલ સ્માર્ટફોનના કાર્યકારી પ્રોટોટાઈપની ટીકા કરી હતી બે હિંગમાં બહારની તરફ ફરે છે. સ્માર્ટફોન હજી પણ પ્રોપોટાઈપ તબક્કામાં છે અને કંપનીએ તેના માટે પ્રારંભિક લોન્ચ શેડયુલનો ઉલ્લેખ કર્યો નથી. શોયોમીએ જણાવ્યુ કે, તે ૪૦૦૦એમએએ બેટરીને ૧૭ મિનિટમાં ચાર્જિગ થઈ શકે એવી ટેકનોલોજી વાળો ચાર્જર બનાવી રહી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં એમઆઈ મિક્સ શાયોમીએ લોન્ચ કર્યો હતો.

READ ALSO

Related posts

સતત પાંચમી વખત કચ્છના દરિયામાંથી લાખો રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપાયો

Nilesh Jethva

ચીન લદ્દાખ બોર્ડર પાસે આ રીતે સૈન્ય કાફલો કરી રહ્યો છે એકત્ર, સેટેલાઈટ તસવીર આવી સામે

Mansi Patel

8 જૂને નહીં ખૂલે શક્તિપીઠ પાવાગઢ મંદિર, આ તારીખ સુધી જોવી પડશે ભક્તો રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!