GSTV

મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપશે ચીનની આ સ્માર્ટફોન કંપની, મોબાઈલમાં ISROની આ નેવિગેશન સિસ્ટમને આપશે સપોર્ટ

ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi ભારતની પ્રથમ સ્માર્ટફોન નિર્માતા કંપની બનવા જઈ રહી છે, જે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavIC નો વપરાશ કરશે. કંપનીના CEO મનુ કુમાર જૈને પોતાના સત્તાવાર ટ્વિટ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે, જેમાં તેઓ ઈસરોના ચેરમેન ડૉ. કે સિવનને Redmi K20 Pro સ્માર્ટફોન આપતા નજર આવી રહ્યા છે. તેથી માનવામા આવી રહ્યુ છે કે, કંપની પોતાના ફોનને Redmi K20 Pro સાથે બદલવા માગે છે. જો કે, રેડમી કે20 પ્રો NavIC નેવિગેશન સિસ્ટમને સપોર્ટ કરતો નથી. આશા કરવામાં આવી રહી છે કે, કંપની જલ્દી જ પોતાના બધા જ મોબાઈલમાં આ નેવિગેશન સિસ્ટમને સપોર્ટ આપશે.

ડૉ. કે સિવન કરે છે ગૈલેક્સની નોટ 8નો વપરાશ

મનુ કુમાર જૈન તરફથી શેર કરવામાં આવેલ ફોટોમાં ડૉ. કે સિવનની શર્ટમાંથી એક ફોન બહાર નીકળેલો દેખાય છે. આ ફોટમાં ડૉ. કે સિવનની પોકેટમાં સેમસંગ ગૈલેક્સી નોટ 8 ને સ્પોટ કરવામાં આવ્યો છે. તે એવામાં માનવામાં આવી રહ્યુ છે કે, કંપની તેમના ડિવાઈસને કે20 પ્રો સાથે બદલવા માગે છે. સાથે જ આ ફોનમાં NavIC નેવિગેશન સિસ્ટમ પણ હાજર હોઈ શકે છે. જો કે, કંપનીએ અત્યાર સુધી સાફ કર્યુ નથી કે, રેડમી કે20 પ્રોમાં આ સિસ્ટમનો સપોર્ટ આપવામાં આવ્યો છે કે, નહી.

ISROએ NavIC ને કર્યુ છે તૈયાર

હાલમાં જ ક્વાલકૉમને ત્રણ નવા પ્રોસેસર સ્નૈપડ્રૈગન 720G, 662 અને 460 લોન્ચ કર્યા હતા. આ બધી જ ચીપસેટમાં મેક ઈન ઈન્ડિયાની હેઠળ બનાવવામા આવેલ NavIC નેવિગેશન સિસ્ટમનો સપોર્ટ આપાવમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈસરોએ જ આ ખાસ સિસ્ટમને તૈયાર કરી છે. સાથે જ વર્તમાનમાં લોકો સૌથી વધારે ગૂગલ મેપનો વપરાશ કરી રહ્યા છે.

NavIC ની ગુણો

NavIC નેવિગેશન સિસ્ટમ GPSની સરખામણીમાં વધારે સચોટ જાણકારી આપે છે. સાથે જ યૂઝર્સને આ સિસ્ટમથી 5 મીટર સુધીની એક્યુરેટ પોઝીશનની જાણકારી મળષે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન જ્યારે અમેરિકાએ ભારતને પાકિસ્તાનના લોકેશન સાથે સંકળાયેલી જાણકારી આપવાની મનાઈ કરી દીધી હતી, ત્યારે ભારતને આ સિસ્ટમની જરૂરિયાત સમજાણી હતી. ત્યારબાદથી જ NavIC નેવિગેશન સિસ્ટમને બનાવવાની પ્રક્રિયા તેજીથી શરૂ થઈ ગઈ છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!