આવી રહ્યો છે Xiaomiનો સૌથી સસ્તો સ્માર્ટફોન, કિંમત 5,000થી પણ ઓછી

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી પોતાનો સૌથી સસ્તો ફોન લાવવા જઇ રહી છે. આ સૌથી સસ્તા સ્માર્ટફોનનું નામ Redmi Go છે. લીક રિપોર્ટસ અનુસાર શાઓમીનો આ સ્માર્ટફોન Googleના એન્ડ્રોઇડ Go ઓપરેટિંગ સિસ્ટમથી પાવર્ડ હશે. શાઓમી Redmi Goનું માર્કેટિંગ નેમ M1903C3GG મોડેલ હશે. શાઓમીના Redmi Go મોડેલને સિંગાપોરની IMDA, અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન કમીશન અને રશિયાના ઇઇસીના સર્ટિફિકેટ મળ્યાં હોવાના રિપોર્ટ છે.

સૌથી સસ્તા સ્માર્ટફોનમાં હશે આ ફિચર્સ

શાઓમી Redmi Goમાં પહેલાંથી જ કેટલાક એપ્સ ઇન્સ્ટોલ હશે અને તે Android 9 (Pie) Go એડિશન પર ટાલશે. GSM Arena અનુસાર, Redmi Goમાં ડ્યુઅલ સિમ સ્લોટ હશે. આ સ્માર્ટફોનમાં 1જીબી રેમ સાથે બ્લૂટૂથ 4.2 હશે. Redmi Go 8 GB રેમ અને 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી શકે છે. આ સ્માર્ટફોનની સ્ક્રીન સાઇઝ 6ઇંચથી ઓછી હશે. રિપોર્ટ્સ અનુસાર, આ ફોનની બેક અને ફ્રન્ટ બંને પેનલમાં સિંગલ કેમેરા હશે.

આ છે કંપનીનો ટાર્ગેટ

શાઓમી Redmi Go દ્વારા તે લોકો સુધી પહોંચવા માગે છે જે હજુ ફિચર ફોનનો ઉપયોગ કરે છે. ઇન્ડિયન માર્કેટમાં હાલ શાઓમીનો સૌથી સસ્તો સ્માર્ટફોન Redmi 6A છે, જેની કિંમત 5,999 રૂપિયા છ. તેવામાં આ સ્માર્ટફોનને 5 હજારથી પણ ઓછી કિંમતમાં લૉન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રાઇઝીંગના મામલે કંપની આ સ્માર્ટફોનને Redmi 6A કરતાં નીચે રાખશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter