GSTV
Home » News » Xiaomi લાવી Warm Cup, ચા પીવાની સાથે ફોન પણ કરી શકશો ચાર્જ

Xiaomi લાવી Warm Cup, ચા પીવાની સાથે ફોન પણ કરી શકશો ચાર્જ

શાઓમીના એર પ્યોરીફાયર, સ્માર્ટ વૉચ, એક્સેસરીઝ જેવી પ્રોડક્ટ બાદ હવે સ્માર્ટ કપ લઇને આવી છે. એક અહેવાલ અનુસાર શાઓમીએ ચાઇનામાં Warm Cup નામની પ્રોડક્ટ લૉન્ચ કરી છે. આ એક વાયરલેસ કપ છે. જેની કિંમત 189 યુઆન એટલે કે આશરે 2 હજાર રૂપિયા છે.

આ છે Warm Cupની ખાસિયત

શાઓમીના વૉર્મ કપમાં યુઝરની કૉફી 55 ડીગ્રી સેલ્સીયસ કોન્સટેંટ ટેમ્પ્રેચર પર રહેશે. આ વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી દ્વારા થશે. યુઝરે પોતાની ચા કે કોફી ગરમ રાખવા માટે ફક્ત વાયરલેસ ચાર્જિંગ પેડ ઉપર રાખવાનું રહેશે. શાઓમીનું કહેવું છે કે આ પરંપરાગત વાયર્ડ હીટીંગ હાઇ-ટેક છે અને તેનાથી  વધુ સેફ પણ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે વૉર્મ કપ સેરેમિકનો બનેલો છે અને તે સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ છે. આ વાયરલેસ વૉર્મ કપને બાકી સાધારણ કરની જેમ જ સાફ કરી શકાય છે.

ફોન પણ કરી શકશો ચાર્જ

તેની એક ખાસ વાત એ પણ છે કે જ્યારે તમે વાયરલેસ ચાર્જિંગ પેડનો યુઝ ન કરી રહ્યાં હોય તો તમે તેને શાઓમીનો ફોન ચાર્જ કરવા માટે પણ યુઝ કરી શકો છો.

Read Also

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!