GSTV

મોટો ઝટકો/ Xiaomiએ અચાનક Block કરી દીધા આ લોકોના સ્માર્ટફોન, ચેક કરી લો ક્યાંક તમારો તો નથી ને!

Xiaomi

Last Updated on September 15, 2021 by Bansari

ગત અઠવાડિયે ક્યૂબા, ઇરાન, સીરિયા અને સૂડાન જેવા કેટલાંક દેશોમાં Xiaomi સ્માર્ટફોન યુઝર્સને તેમના સ્માર્ટફોનનો યુઝ કરવાથી રોકવામાં આવ્યા હતાં. આ પગલાનો હેતુ રીસેલર્સની ગેરકાયદેસર ગતિવિધીઓ પર અંકુશ લગાવવાનો હતો, જે આવા સ્માર્ટફોનને અન-ઓથોરાઇઝ્ડ એરિયામાં વેચવા માટે તસ્કરી કરે છે. Xiaomi એ ત્યારે કહ્યું હતું કે આ પ્રતિબંધિત ક્ષેત્રોમાં ડિવાઇસ ખરીદનારા ઉપયોગકર્તા સુધી પહોંચને રોકવા માટે તેની નિકાસ નીતિનો હિસ્સો હતો.

Xiaomi

તસ્કરી રોકવા Xiaomiએ બ્લોક કર્યો હતો ફોન

Xiaomi એ કહ્યું કે આ તે નિર્ધારિત કરવા માટેની ચાલી રહેલી તપાસનો હિસ્સો હતો કે શું ક્યૂબા, સીરિયા, સૂડાન અને કેટલાંક અન્ય દેશો જેવા અન-ઓથોરાઇઝ્ડ એરિયામાં સ્માર્ટફોનની તસ્કરી કરવામાં આવી હતી કે નહીં. આ પગલાને તસ્કરી વિરોધી ઉપાય રૂપે જોવામાં આવી રહ્યુ છે, જેનો હેતુ રિસેલર્સને આ અન-ઓથોરાઇઝ્ડ એરિયામાં Xiaomi સ્માર્ટફોન વેચવાથી રોકવાનો છે.

Xiaomi

જેમણે લીગલ માર્કેટમાંથી ફોન ખરીદ્યો, તેનો ફોન બંધ નથી કરાયો

જે યુઝર્સે લીગલ માર્કેટમાંથી ફોન ખરીદ્યો છે, તેમનો ફોન ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે. હકીકતમાં, પ્રતિબંધિત દેશોની લિસ્ટમાં ક્યૂબા જેવા દેશમાં, Xiaomi ના 15 ટકા સુધી એક્ટિવ સ્માર્ટફોન છે.

Xiaomi નું કહેવું છે કે જારી તપાસમાં મહત્વપૂર્ણ પરિણામ પ્રાપ્ત કરવામાં આવ્યા છે, જો કે પ્રાપ્ત પરિણામોની ઉંડાઇ વિશે કોઇ વિગતો આપવામાં નથી આવી. આ દેશમાં લીગલ માર્કેટમાંથી ખરીદવામાં આવેલા મોબાઇલ યુઝર્સને ફોન ચલાવવાનું પૂરુ એક્સેસ આપવામાં આવ્યું છે. પરંતુ તેમને બ્લોક કરવામાં આવ્યા છે, જેમણે લીગલ માર્કેટની બહારથી મોબાઇલ ખરીદ્યો છે.

Read Also

Related posts

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

Damini Patel

મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા HCનું સખ્ત વલણ, GPCBને કર્યો આ આદેશ

Zainul Ansari

કામની વાત / શું છે તમારી ટિકિટ બુકિંગની સ્થિતિ..? આજે જ જાણો આ સરળ પ્રોસેસ અને કરો ફટાફટ ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!