GSTV
Home » News » ફેસ્ટિવલ સીઝનમાં આ કંપનીનો ફોન મચાવી રહ્યો ધૂમ, તમે પણ ઓફરનો લાભ લઈ ખરીદો

ફેસ્ટિવલ સીઝનમાં આ કંપનીનો ફોન મચાવી રહ્યો ધૂમ, તમે પણ ઓફરનો લાભ લઈ ખરીદો

હેન્ડસેટ ઉત્પાદક શાઓમી (Xiaomi)એ જાહેરાત કરી કે, કંપનીએ આ વર્ષની તહેવારની સીઝનમાં ઓફલાઇન વેચાણમાં 30થી 40%નો વધારો નોંધાવ્યો છે. આ વેચાણ તમામ ઉત્પાદન કેટેગરીનું છે. કંપનીના જણાવ્યા મુજબ આ વર્ષે ઓફલાઇન વેચાણ તે દર્શાવે છે કે, ગયા વર્ષેની તુલનામાં ભારતમાં કંપનીની રિટેલ સ્ટોરની ક્ષમતામાં વધારો થયો છે.

કંપનીએ રેકોર્ડ 53 મિલિયન ડિવાઇસીસ વેચ્યા તહેવારની સીઝનના પહેલા તબક્કામાં કંપનીએ ઓનલાઇન સાથે ઓફલાઇન ચેનલ પર ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. કંપનીનું માનવું છે કે સેલનો ગ્રોથ દિવાળી પછી પણ ચાલુ રહેશે. આ મહિનાની શરૂઆતમાં, શાઓમીએ કહ્યું હતું કે, કંપનીએ તહેવારની સીઝનના પહેલા તબક્કામાં રેકોર્ડ 5.3 મિલિયન (53 લાખ) ડિવાઈસ વેચ્યા છે.

આમાં 3.8 (38 લાખ) મિલિયનથી વધુ સ્માર્ટફોન શામેલ છે. કંપનીએ વર્ષ 2014માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો કંપનીએ 2014 માં ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ઓનલાઇન પ્લેટફોર્મ થકી સ્માર્ટફોન વેચવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 2017માં, ઓફલાઇન રિટેલ સ્ટોર્સ દ્વારા સ્માર્ટફોનનું વેચાણ શરૂ કરાયું હતું.

હાલના સમયમાં શાઓમી તેની પોતાની ચેન Mi હોમ્સ ચલાવી રહી છે, તેની પાસે લગભગ 80 રિટેલ સ્ટોર્સ છે. જ્યારે Mi પાસે લગભગ 5000 ભાગીદારો અને 2000 Mi ફ્રેન્ચાઇઝી છે. રિસર્ચ ફર્મ IDCના જણાવ્યા મુજબ સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીનો લગભગ 28.3 ટકા હિસ્સો છે.

Read Also

Related posts

તમારો મોબાઈલ ડેટા થઈ શકે છે ડિલીટ, ગૂગલ ક્રોમ અપડેટમાં મળી આ મોટી ખામી

Mansi Patel

મંદીના માહોલ વચ્ચે આ ચીની કંપની ભારતમાં કરશે 3,000 કરોડનું રોકાણ, ગુજરાતમાં છે કંપનીનું 2 હજાર કરોડનું રોકાણ

Mansi Patel

Jio યુઝર્સ માટે ન્યૂ યર ગિફ્ટ, નેટવર્ક નહી હોય તો પણ આ રીતે કરી શકાશે કૉલિંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!