Xiaomiના સ્માર્ટફોન્સ ભારતમાં ખૂબ જ પોપ્યુલર છે. તેને સસ્તામાં ખરીદવા હોય તો તમારી પાસે એક નવો વિકલ્પ છે. ઇકોમર્સ વેબસાઇટ એમેઝોન પર શાઓમીના રીફર્બીશ્ડ પ્રોડક્ટ ખરીદી શકાશે. એમેઝોને જણાવ્યા અનુસાર શાઓમીના આ પ્રોડક્ટ્સ સર્ટિફાઇડ છે અને તે લિમિટેડ પિરિયજ પ્રમોશનલ સેલનો હિસ્સો છે. આ દરમિયાન તમારે Mi A1, Redmi 6 Pro સહિત અન્ય સ્માર્ટફોન્સ પણ સસ્તા મળી રહ્યાં છે.
Redmi 6 Pro, Mi Max 2, Redmi Y2, Mi A1, Mi A2, Redmi 5, Mi 3C વાયરલેસ રાઉટર, Mi Band HRX એડિશન, Mi Earphones Basic જેવા પ્રોડક્ટ્સ સસ્તામાં ખરીદી શકો છો.
Redmi 6Pro 3GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિએન્ટને તમે 9,899 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે 4GB રેમ વેરિએન્ટને 11,699 રૂપિયામાં ખરીદી શકો છો. એમેઝોન પર તમારે 10,400 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
Redmi Y2 અને Redmi 5ના રિફર્બિશ્ડ વર્ઝનની વાત કરીએ તો Y2ના 4જીબી વેરિઅન્ટને 10,499 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે Redmi 5નું રિફર્બિશ્ડ વર્ઝન 7,899 રૂપિયામાં મળી રહ્યું છે.
સ્ટોક એન્ડ્રોઇડ યુઝ કરવા માગતા હોય તો Mi A1 અને Mi A2 સારા ઓપ્શન છે. Mi A1નું રિફર્બીશ્ડ વર્ઝનને 9,749 રૂપિયા અને Mi A2ને તમે 13,949 રૂપિયામાં ખરીદી શકો છો.
એમેઝોને દાવો કર્યો છે કે આ પ્રોડક્ટસ નવા યુનિટ જેવા જ છે અને બ્રાન્ડ ન્યૂ ડિવાઇસની જેમ કામ કરે છે. કંપની એક્સેસરીઝ પણ રિફર્બીશ્ડ વેચી રહી છે. તેમાં Mi 3C રાઉટર છે જે ફક્ત 774 રૂપિયામાં મળી રહ્યું છે. આ ઉપરાંત Mi Band HRX એડિશન તમે 1,089 રૂપિયામાં ખરીદી શકો છો. Mi ઇયરફોન બેઝિકનું રિફર્બિશ્ડ વર્ઝન 389 રૂપિયામાં જ મળી રહ્યું છે.
Read Also
- સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે
- હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા
- ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ
- કફોડી સ્થિતિ/ મોંઘવારીએ માઝા મૂકતા ઘરનું માસિક બજેટ 10% વધ્યુ, મધ્યમવર્ગ ભરાયો
- હરિયાણાની રેશ્માએ બનાવો રેકોર્ડ, એક દિવસમાં 33.8 લિટર દૂધ આપી બની દેશની નંબર 1 ભેંસ