GSTV

Xiaomiનો સ્માર્ટફોન યુઝ કરતાં હોય તો વાંચી લો, આ કારણે ક્યાંક બદલવો ન પડે તમારો ફોન

ચીનની કંપની Xiaomiએ હાલમાં જ તે સ્માર્ટફોનની યાદી જાહેર કરી છે. જેમાં તેણે કેટલાક મોડલમાં કંપનીનું લેટેસ્ટ MIUIનું અપગ્રેડેશન બંધ કર્યું છે, જેના કારણે આ મોડલો ધરાવતા યુઝર્સને તે ફિચર્સ નહીં મળે જે ફિચર્સથી શાઓમીના સ્માર્ટફોનમાંથી એડવર્ટાઈઝમેન્ટ હટાવી શકાતા હતા. અગાઉ Xiaomiની આ યાદીમાં 7 સ્માર્ટફોન ઉમેર્યા હતા, હવે તેમાં વધુ 3 મોડલ ઉમેરાતા તેવા મોડલોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.

હાલ Xiaomiએ તે મોડલ્સને એન્ડ્રોઈડ સિક્યોરિટી અપડેટ ઉપલપ્ધ કરાવવાનું ચાલુ રાખ્યું છે. અમે તમને શાઓમીના તે મોડલ વિશે જેમાં જણાવી રહ્યા છીએ જેમાં “MIUI બેસ્ટ એન્ડ્રોઈડ 9 Pie” અપડેટ મળશે નહીં.

આ મોડલોમાં “MIUI બેસ્ટ એન્ડ્રોઈડ 9 Pie” મળશે નહીં

શાઓમી રેડમી નોટ 3 : આ ફોન 2જીબી અને 3જીબી રેમ વેરિયન્ટ્સમાં આવ્યો હતો. 2 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 9,999 હતી, જ્યારે 3 જીબી રેમની કિંમત 11,999 રૂપિયા હતી.

શાઓમી રેડમી નોટ 4 : આ સ્માર્ટફોનની જાહેરાત જાન્યુઆરી 2017માં થઈ હતી. આ સ્માર્ટફોન 2જીબી, 3જીબી અને 4જીબી રેમ વેરિયન્ટ્સમાં આવ્યો છે. આ સ્માર્ટફોન અપડેટ્સની યાદીમાંથી બહાર છે.

શાઓમી રેડમી 6 એ : આ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન કંપનીની અપડેટ સૂચિમાંથી પણ બહાર છે. એટલે કે, આ સ્માર્ટફોન માટે નવા અપડેટ્સ મેળવવામાં સમર્થ હશે નહીં.

શાઓમી રેડમી 6 : આ લોકપ્રિય સ્માર્ટફોનમાં નવી MIUI અપગ્રેડ નહીં મળે.

શાઓમી રેડમી 3 એસ : આ સ્માર્ટફોન જૂન 2016 માં રજૂ થયો હતો. સ્માર્ટફોન 2જીબી રેમ અને 16જીબી સ્ટોરેજ સાથે આવ્યો હતો.

શાઓમી રેડમી 3 એક્સ : આ સ્માર્ટફોન 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ સાથે આવ્યો. આ સ્માર્ટફોનને નવી MIUI અપગ્રેડ પણ મળશે નહીં.

શાઓમી રેડમી પ્રો : આ સ્માર્ટફોનમાં પણ નવી અપગ્રેડ સૂચિમાંથી બહાર છે.

શાઓમી રેડમી 4 એ : આ સ્માર્ટફોનમાં પણ નવી MIUI અપગ્રેડ મેળવી શકાશે નહીં.

શાઓમી રેડમી 4 : કંપની દ્વારા આપવામાં આવેલા નવા અપડેટ્સની સૂચિમાંથી પણ બહાર આવશે.

શાઓમી રેડમી વાય 2 : આ સ્માર્ટફોનના વપરાશકર્તાઓને નવી અપગ્રેડ પણ નહીં મળે.

Read Also

Related posts

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari

પાકિસ્તાની નેતા કે સૈન્યમાં ખરેખર લડવાની ત્રેવડ નથી, ભારતના ડરથી બાજવાના ટાંટિયા ઘ્રૂજતા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!