GSTV

Xiaomi Redmi Note 9 ખરીદવાનો શાનદાર મોકો, આજે શરૂ થયો મોટો સેલ

Xiaomi Redmi Note 9

Xiaomiના ધાસુ બજેટ સ્માર્ટફોન Redmi Note 9ને (Xiaomi Redmi Note 9) ખરીદવા માટેનો આજે શાનદાર અવસર છે. ફોન આજે 12 વાગ્યાથી એમેઝોન ઈન્ડિયા પર સેલ ચાલુ થઈ ગયો છે. ત્રણ વેરિએન્ટમાં આવતા આ ફોનની શરૂઆતી કિંમત 11,999 રૂપિયા છે. 48 મેગાપિક્સલ ક્વોડ કેમરા સેટઅપ અને દમદાર બેટરીની સાથે આવતા આ ફોનમાં ઘણા જબરદસ્ત ફિચર આપવામાં આવ્યા છે.

રેડમી નોટ 9ની કિંમત

રેડમી નોટ 9 ત્રણ વેરિએન્ટ-4 જીબી+64 જીબી (11,999 રૂપિયા), 4જીબી+128જીબી (13,499 રૂપિયા) અને 6જીબી+128જીબી (14,999 રૂપિયા)માં આવે છે. કંપની આ ફોનને એમાઝોન ઈન્ડિયા ઉપરાંત પોતાના ઈ-સ્ટોર mi.com પરથી પણ ખરીદવાનો મોકો આપી રહી છે. આ ઉપરાંત ફોનને ઓફલાઈન MI સ્ટોર્સ દ્વારા પણ ખરીદી શકાય છે.

Xiaomi Redmi Note 9

રેડમી નોટ 9ના ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ

6 જીબી સુધીની રેમ અમે 128 જીબી સુધીના ઈન્ટરનલ સ્ટોરેજમાં આવનાર આ ફોનમાં મીડિયાટેક હીલિયો G85 ચિપસેટ આપવામાં આવ્યો છે. ડિસ્પ્લેની વાત કરીએ તો ફોનમાં 1080X2340 પિક્સલ રેઝ્યુલેશનની સાથે 6.53 ઈન્ચની ફુલ એચડી+ સ્ક્રીન મળે છે.

ધાસુ રિયલમી ફોન પર બેસ્ટ ઓફર, આજે છે સેલ

ફટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ રિયર કેમરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલના પ્રાઈમરી સેન્સરની સાથે 8 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર, બે 2 મેગાપિક્સલના લેન્સ આપવામાં આવ્યા છે. ફોનના ફ્રન્ટમાં સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો કેમરા લગાવવામાં આવ્યો છે.

Xiaomi Redmi Note 9

48MP કેમરા વાળો સેમસંગ ફોન થયો સસ્તો

રેડમી નોટ 9માં 5,020mAhની બેટરી આપવામાં આવી છે જે 22.5 વોટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઈ-ફાઈ 802.11 a/b/g/n, બ્લુટુથ વર્જન 5.0, જીપીએસ/ A-GPS, યુએસબી ટાઈપ-c પોર્ટ અને 3.5mm હેડફોન જેક જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.

Read Also

Related posts

બાળકોનાં સારા ભવિષ્ય માટે આ 3 સરકારી યોજનાઓમાં કરો રોકાણ, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

Mansi Patel

ભારતીય Driving Licenseને લઈને મોટા સમાચાર, સરકારે રાજ્યોને કર્યો આ આદેશ

Ankita Trada

આઈપીએલમાં 3 સિઝનમાં 55 વિકેટ ઝડપનાર આ બોલર વિકેટો લેવા પર નહીં પરંતુ ચુસ્ત બોલિંગ ઉપર આપે છે ધ્યાન

Karan
Do NOT follow this link or you will be banned from the site!