GSTV
Home » News » Xiaomi Redmi Note 7 Pro vs Oppo F11 Pro: જાણો કયો સ્માર્ટફોન છે બેસ્ટ, કયામાં શું છે ખાસિયત

Xiaomi Redmi Note 7 Pro vs Oppo F11 Pro: જાણો કયો સ્માર્ટફોન છે બેસ્ટ, કયામાં શું છે ખાસિયત

ઓપ્પોએ ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન Oppo F11 proને લૉન્ચ કર્યો છે. ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 24,990 રૂપિયા છે. આ કંપનીનો 48 મેગાપિક્સલ રિયર ત્રિપલ કેમેરાવાળો આ પ્રથમ સ્માર્ટફોન છે. તેની પહેલાં શાઓમીએ પણ પોતાના Redmi Note 7 Pro સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં પણ 48 મેગાપિક્સલનો કેમેરા છે. માર્કેટમાં હવે આ બંને સ્માર્ટફોનની ટક્કર જોવા મળશે. તો ચાલો જાણીએ આ બંને સ્માર્ટફોન એકબીજાથી કેટલાં અલગ છે અને બંનેમાં ખાસ શું છે.

Redmi Note 7 Proના સ્પેસિફિકેશન

Redmi Note 7 Pro દેખાવમાં લગભગ Redmi Note 7 જેવો જ છે. તેમાં પણ ગ્રેડિયંટ ફિનિશિંગ, ફંકી કલર્સ અને વોટરડ્રોપ નૉચ મળશે. આ સ્માર્ટફોનના રિયરમાં પણ બે કેમેરા અને ફ્રન્ટમાં એક કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 7 Proમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને પોટ્રેટ શૉટ્સ ક્લિક કરવા માટે 5MP આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ ફેસ અનલૉક ફિચર પણ છે.

અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. Redmi Note 7ની જેમ જ Redmi Note 7 Proમાં પણ 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Oppo F11 Proના સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનની કેટલીક માહિતી લીક થઇ હતી. તેમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેની ફૂલ એચડી ડિસ્પ્લે + રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. આ ઉપરાંત તેમાં મીડિયાટેક પ્રોસેસર હોઈ શકે છે. તેમાં ડબલ કેમરા સેટઅપ છે. જેનો પહેલો કેમે 48 મેગાપિક્સેલ જ્યારે બીજો 5 મેગાપિક્સેલ હશે. જેમાં સેલ્ફી માટે તેમાં 16 મેગાપિક્સેલ ફ્રેન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટોફોનમાં લાગેલા કેમેરા AI અલ્ટ્રા-ક્લિયર એન્જિન અને અલ્ટ્રા નાઇટ મોડ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. જેના દ્વારા યૂઝર લાઇટમાં પણ ખાસ ફોટો ક્લિક કરી શકે છે.

આ ઉપરાંત તેની બેંક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે. ફોનનો પાછળનો ગ્લાસ સાથે ગ્રેડિયેન્ટ કલર ડિઝાઇન સાથે આવશે. કિંમતની વાત કરીએ તો અત્યાર સુધી તેની કિંમત વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ એવી અપેક્ષા છે કે તેની પ્રારંભિક કિંમત રૂ. 25,000 હોઈ શકે છે. તે એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓએસ સાથે આવી શકે છે.

એમોઝોન લિસ્ટિંગ અનુસાર ફોનમાં પાવર માટે 4,000mAh ની બેટરી છે. જે VOOC સ્પોર્ટ્સ ઝડપી 3.0નો સપોર્ટ કરશે. સાથે જ તેમાં 6GB રેમ અને 64GB સ્ટોરેજ મળશે. આશા છે કે આમાં એન્ડ્રેયડ પર ચાલવા વાળા MediaTek Helio P70 પ્રોસેસર આપવામાં આવશે.

Read Also

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!