GSTV
Home » News » 48MP કેમેરા વાળો આ લેટેસ્ટ સ્માર્ટફોન આટલી ઓછી કિંમતે થઇ જશે તમારો, 1120GB ડેટા પણ મળશે Free!

48MP કેમેરા વાળો આ લેટેસ્ટ સ્માર્ટફોન આટલી ઓછી કિંમતે થઇ જશે તમારો, 1120GB ડેટા પણ મળશે Free!

શાઓમીનો લેટેસ્ટ સ્માર્ટફોન Redmi Note 7 Proને સસ્તામાં ખરીદવાની આજે તમારી પાસે શાનદાર તક છે. આજે તમે આ સ્માર્ટફોન સેલમાં ખરીદી શકો છો. આ સેલ બપોરે 12 વાગ્યે શરૂ થશે. ગ્રાહકો Redmi Note 7 Pro mi.comની સાઇટ પરથી પણ ખરીદી શકે છે.

xiaomi note 7pro review

કિંમતની વાત કરીએ તો ભારતમાં Redmi Note 7 Proની શરૂઆતની કિંમત 13,999 રૂપિયા છે જેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. સેલમાં આ ફોન પર અનેક શાનદાર ઑફર્સ આપવામાં આવી રહી છે જેથી ગ્રાહકો આ સ્માર્ટફોન સસ્તામાં ખરીદી શકે છે.

Redmi Note 7 Pro પર આ છે ઑફર્સ

Redmi Note 7

Redmi Note 7 Pro ખરીદવા પર એરટેલ કસ્ટમર્સને 1120 ડેટ ઑફર આપી રહ્યું છે. આ ઉપરાંત યુઝર્સને અનલિટેડ કોલિંગનો ફાયદો પણ મળશે. એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 5 ટકા એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત આ સ્માર્ટફોનને ખરીદવા માટે EMIનો ઓપ્શન પણ મળશે. સાથે જ ગ્રાહકો એક્સચેન્જ ઑફરનો લાભ પણ લઇ શકે છે.

Redmi Note 7 Proના સ્પેસિફિકેશન

Redmi Note 7 Pro

Redmi Note 7 Pro દેખાવમાં લગભગ Redmi Note 7 જેવો જ છે. તેમાં પણ ગ્રેડિયંટ ફિનિશિંગ, ફંકી કલર્સ અને વોટરડ્રોપ નૉચ મળશે. આ સ્માર્ટફોનના રિયરમાં પણ બે કેમેરા અને ફ્રન્ટમાં એક કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 7 Proમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને પોટ્રેટ શૉટ્સ ક્લિક કરવા માટે 5MP આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ ફેસ અનલૉક ફિચર પણ છે.

અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. Redmi Note 7ની જેમ જ Redmi Note 7 Proમાં પણ 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!