GSTV
World

Cases
4607989
Active
5350153
Recoverd
511139
Death
INDIA

Cases
220114
Active
347979
Recoverd
17400
Death

આતુરતાનો અંત! Redmi Note7 અને Note 7 Pro ભારતમાં લૉન્ચ, કિંમત જાણીને ખુશ થઇ જશો

Redmi Note 7

પાછલાં ઘણાં સમયથી ચર્ચામાં રહેલા Xiaomiના Redmi Note 7ને ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આજે Redmi Note 7 અને Redmi Note 7 Pro લૉન્ચ કરી દીધો છે. Redmi Note 7ને 9,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો છે. તેવામાં Redmi Note 7 Proની શરૂઆતની કિંમત 13,999 રૂપિયા છે.

Redmi Note 7ને ભારતમાં બે વેરિએન્ટમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજ (9,999 રૂપિય) અને 4 GB રેમ તથા 64 GB (11,999 રૂપિયા) સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ જ રીતે Redmi Note 7 Proને પણ બે વેરિએન્ટ 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ (13,999 રૂપિયા) તથા 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ (16,999 રૂપિયા)માં લૉન્ચ કરવામાં આવ્યો છે. Redmi Note 7નું વેચાણ 6 માર્ચે તથા Redmi Note 7 Proનું વેચાણ 13 માર્ચે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

Redmi Note 7ના સ્પેસિફિકેશન્સ

Redmi Note 7ની બેક પેનલમાં ગ્રેડિયંટ ફિનિશિંગ આપવામાં આવી છે. તેને પિંક, બ્લૂ અને બ્લેક કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં રિયરમાં 12 મેગાપિક્સલનો કેમેરા છે. જ્યારે તેનો બીજો કેમેરા 2 મેગાપિક્સલ છે. સાથે જ ફ્રન્ટમાં 12 મેગાપિક્સલનો કેમેરા છે.

અન્ય સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Redmi Note 7માં 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. Redmi Note 7માં સ્ક્રીન સાથે ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ગ્લાસ બેક પેનલમાં પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Redmi Note 7 Proના સ્પેસિફિકેશન

Redmi Note 7 Pro દેખાવમાં લગભગ Redmi Note 7 જેવો જ છે. તેમાં પણ ગ્રેડિયંટ ફિનિશિંગ, ફંકી કલર્સ અને વોટરડ્રોપ નૉચ મળશે. આ સ્માર્ટફોનના રિયરમાં પણ બે કેમેરા અને ફ્રન્ટમાં એક કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 7 Proમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને પોટ્રેટ શૉટ્સ ક્લિક કરવા માટે 5MP આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ ફેસ અનલૉક ફિચર પણ છે.

અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. Redmi Note 7ની જેમ જ Redmi Note 7 Proમાં પણ 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

કચ્છ પંથકમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, ભચાઉ તાલુકામાં મેઘરાજાનું થયું આગમન

pratik shah

સુરતમાં કોરોના બેકાબૂ: 220 નવા કેસ, એક જ દિવસમાં 12 દર્દીઓને ભરખી ગયો ઘાતક વાયરસ

Bansari

શું પીએમ મોદીની વધેલી લાંબી દાઢી દેશવાસીઓ માટે કોઈ સંદેશ છે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!