Redmi Note 7ની રાહ જોઇ રહ્યાં છો? તમારા માટે આવી છે આ મોટી ખબર

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમાના બજેટ સ્માર્ટફોન Redmi Note 7 માટે ભારતીય કસ્ટમર્સ ઘણાં ઉત્સાહમાં છે. ટ્વિટર પર લોકો તેના વિશે સતત પૂછી રહ્યાં છે. પરંતુ તેવું લાગે છે કે આ મહિને પણ આ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ નહી થાય. તાજેતરમાં જ એક અહેવાલ આવ્યો હતો કે Redmi Note 7 12 ફેબ્રુઆરીના રોજ લૉન્ચ થશે. પરંતુ તે અહેવાલ ખોટા હતાં.

રિપોર્ટસ અનુસાર ભારતમાં Redmi Note 7 લૉન્ચ થવામાં હજુ સમય છે અને શક્ય છે કે આ સ્માર્ટફોન Redmi Note 7માં લૉન્ચ થઇ શકે છે. જો કે ટ્વિટર પર કંપનીએ 48 મેગાપિક્સલ હેશટેગ સાથે પહેલાં પણ તેનું ટીઝર લૉન્ચ કર્યુ હતુ. પરંતુ ડેટ કંપનીએ ત્યારે પણ Redmi Note 7ની લૉન્ચિંગ ડેટ જણાવી ન હતી.

જણાવી દઇ કે ચીનમાં Redmi Note 7 લૉન્ચ થઇ ચુક્યો છે. ચીનમાં આ દમદાર સ્માર્ટફોનને 999 ચીની યુઆનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.

ભારતમાં આ સ્માર્ટફોનને 10,999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. જો કે હજુ સુધી તે કન્ફર્મ થઇ શક્યું નથી કે 12 ફેબ્રુઆરીએ Redmi Note 7 લૉન્ચ થશે કે Redmi Note 7 Pro. એવું પણ થઇ શકે કે કંપની એક સાથે બંને સ્માર્ટફોન્સ લૉન્ચ કરી દે.

Redmi Note 7ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.3 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9નો છે. બેક પેનલમાં 2.5ડી ગ્લાસ છે અને તે ડ્યુઅલ ટોન ગ્રેડિયંટ વાળો છે. તેની પહેલા શાઓમી આ પ્રકારની ડિઝાઇન પેટર્નને ફોલો કરતી ન હતી.

Redmi Note 7માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 6જીબી રેમ છે. તેની ઇન્ટરનલ મેમરી 64જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. તેમાં USB Type Cની કનેક્ટીવીટી મળે છે અને કંપનીએ 3.5mm હેડફોન જેક પણ રાખ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે એટલે કે બેટરી જલ્દી ચાર્જ થઇ જાય છે.

ફોટોગ્રાફી માટે કેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પિક્સલ સાઇઝ 1.6 માઇક્રોન્સ છે અને કંપનીનો દાવો છે કે તે ઓછી રોશનીમાં બેસ્ટ ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો કેમેરા છે.

Redmi Note 7ની કિંમત

Redmi Note 7ની કિંમત 999 યુઆન એટલે કે આશરે 10 હજાર રૂપિયા છે. આ કિંમત 3જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી વેરિએન્ટની છે. બીજુ વેરિએન્ટ 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વાળો છે જેની કિંમત 1,399 યુઆન એટલે કે આશરે 14,500 રૂપિયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter