આતુરતાનો અંત: 28 ફેબ્રુઆરીએ લૉન્ચ થશે 48MP વાળો Redmi Note 7, કિંમત જાણીને ખુશ થઇ જશો

Redmi Note 7

દેશભરમાં Xiaomi Redmi Note 7ને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ દમદાર સ્માર્ટફોનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. તેવામાં લોકોની આતુરતાનો અંત લાવતાં કંપનીએ Xiaomi Redmi Note 7ની લૉન્ચિંગ ડેટ રીવીલ કરી દીધી છે. 48 મેગાપિક્સલ વાળો આ ધાકડ સ્માર્ટફોન ભારતમાં 28 ફેબ્રુઆરીના રોજ લૉન્ચ થશે. Xiaomi Redmi Note 7ને 28 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી ખાતે એક ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે.

તેવામાં Redmi Note 7ની લૉન્ચિંગને લઇને કંપની તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે. કંપનીએ ટ્વીટમાં લખ્યું છે કે 48 મેગાપિક્સલ વાળો સ્માર્ટફોન લૉન્ચ ડેટ જાણવા માટે આ ટ્વીટને રીટ્વીટ કરો.

તેવામાં કંપનીએ આખરે ખુલાસો કરી જ દીધો છે કે આ દમદાર સ્માર્ટફોનને કંપની 28 ફેબ્રુઆરીના રોજ ભારતમાં લૉન્ચ કરશે.

જણાવી દઇ કે ચીનમાં Redmi Note 7 લૉન્ચ થઇ ચુક્યો છે. ચીનમાં આ દમદાર સ્માર્ટફોનને 999 ચીની યુઆનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.

Redmi Note 7ની કિંમત

Redmi Note 7ની કિંમત 999 યુઆન એટલે કે આશરે 10 હજાર રૂપિયા છે. આ કિંમત 3જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી વેરિએન્ટની છે. બીજુ વેરિએન્ટ 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વાળો છે જેની કિંમત 1,399 યુઆન એટલે કે આશરે 14,500 રૂપિયા છે.

Redmi Note 7ના સ્પેસિફિકેશન

ભારતમાં આ સ્માર્ટફોનને 10,999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. Redmi Note 7ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.3 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9નો છે. બેક પેનલમાં 2.5ડી ગ્લાસ છે અને તે ડ્યુઅલ ટોન ગ્રેડિયંટ વાળો છે. તેની પહેલા શાઓમી આ પ્રકારની ડિઝાઇન પેટર્નને ફોલો કરતી ન હતી.

Redmi Note 7માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 6જીબી રેમ છે. તેની ઇન્ટરનલ મેમરી 64જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. તેમાં USB Type Cની કનેક્ટીવીટી મળે છે અને કંપનીએ 3.5mm હેડફોન જેક પણ રાખ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે એટલે કે બેટરી જલ્દી ચાર્જ થઇ જાય છે.

ફોટોગ્રાફી માટે કેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પિક્સલ સાઇઝ 1.6 માઇક્રોન્સ છે અને કંપનીનો દાવો છે કે તે ઓછી રોશનીમાં બેસ્ટ ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો કેમેરા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter