GSTV
Home » News » 48MP વાળો Redmi Note 7 રૂ.9,999માં થશે લૉન્ચ, ફિચર્સ જાણશો તો ખરીદવાનું મન થઇ જશે

48MP વાળો Redmi Note 7 રૂ.9,999માં થશે લૉન્ચ, ફિચર્સ જાણશો તો ખરીદવાનું મન થઇ જશે

Redmi Note 7

Xiaomi Redmi Note 7 હાલ ભારતમાં સૌથી ચર્ચિત સ્માર્ટફોન છે. શાઓમીએ આ સ્માર્ટફોન ગત મહિને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો અને હવે આ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કરવાની તૈયારી છે. આ ફોન સાથે શાઓમી પોતાની સબ બ્રાન્ડ રેડમીને અલગ બ્રાન્ડ તરીકે લૉન્ચ કરી રહી છે.

રેડમી બ્રાન્ડ સાથે શાઓમીનો પ્રયાસ એ જ હશે કે તે ગ્રાહકોને ઓછી કિંમતે ઉમદા ફિચર વાળા સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવે. આ જ કારણે શાઓમીએ રેડમી 7ને 48 મેગાપિક્સલનો કેમેરા ઑફર નથી કરતી. કિંમતની વાત કરીએ તો શાઓમી રેડમી નોટ 7 ભારતમાં 9,999 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.

Redmi Note 7ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.3 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9નો છે. બેક પેનલમાં 2.5ડી ગ્લાસ છે અને તે ડ્યુઅલ ટોન ગ્રેડિયંટ વાળો છે. તેની પહેલા શાઓમી આ પ્રકારની ડિઝાઇન પેટર્નને ફોલો કરતી ન હતી.

Redmi Note 7માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 6જીબી રેમ છે. તેની ઇન્ટરનલ મેમરી 64જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. તેમાં USB Type Cની કનેક્ટીવીટી મળે છે અને કંપનીએ 3.5mm હેડફોન જેક પણ રાખ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે એટલે કે બેટરી જલ્દી ચાર્જ થઇ જાય છે.

ફોટોગ્રાફી માટે કેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પિક્સલ સાઇઝ 1.6 માઇક્રોન્સ છે અને કંપનીનો દાવો છે કે તે ઓછી રોશનીમાં બેસ્ટ ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો કેમેરા છે.

Read Also

Related posts

હવામાન વિભાગની આવી નવી આગાહી, આ તારીખોમાં પડશે જોરદાર ગરમી

Alpesh karena

BSNL આ પ્લાનમાં આપી રહ્યું છે 25 ગણો વધુ ડેટા, કંપનીએ બદલ્યા ત્રણ પ્લાન

Arohi

આતંકવાદીઓનો ખાતમો કરનાર આ ગુજ્જુ આદિવાસી સૈનિકનું સન્માન જ દેશભક્તિ જોવા પૂરતુ છે

Alpesh karena