Xiaomiનો આ ધાકડ ફોન સસ્તામાં ખરીદવાની સોનેરી તક, મળી રહ્યું છે 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ચીની સ્માર્ટફોન મેકરનો બજેટ સ્માર્ટફોન Redmi Note 5 Pro આ વર્ષે જ ભારતીય બજારમાં પોપ્યુલર થયો છે. લૉન્ચ સમયે આ સ્માર્ટફોનની કિંમત 14,999 રૂપિયા હતી પરંતુ તેના પર 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેને ઇ-કોમર્સ વેબસાઇટ flipkart અને Mi.com પરથી તમે 12,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ કિંમતમાં આ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે.

Redmi Note 5 Proની કિંમત

આ સ્માર્ટફોનનાં બેઝ વેરિએન્ટમાં 4GB રેમ અને 64 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને 12,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે બીજા વેરિએન્ટમાં 6GB રેમ અને 64 GB મેમરી આપવામાં આવી છે જેને તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો.

એક્સચેન્જ ઑફર

આ સ્માર્ટફોન પર એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે. આ જૂનો સ્માર્ટફોન આપીને 7200 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો.

Redmi Note 5 Proના સ્પેસિફિકેશન્સ

Redmi Note 5 Pro5.99 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 18:9નો છે એટલે કે તેમે તેને બેઝલ લેસ સ્માર્ટફોન કહી શકો છો. તેમાં તમને અલગ અલગ વેરિએન્ટ મેમરી પણ મળશે. 3GB રેમ સાથે 32GB મેમરી પણ આપવામાં આવી રહી છે જ્યારે 4GB રેમની સાથે 64GBની ઇન્ટરનલ મેમરી પણ આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી તમે તેની મેમરી વધારી શકો છો. તેંમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ એક એવો પહેલો સ્માર્ટફોન છે જેમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે લેટેસ્ટ 600ની સિરિઝ છે. તેમાં Kryo ટેકનોલોજી આપવામાં આવી છે જે સામાન્ય રીતે 800ની સિરિઝમાં આપવામાં આવે છે.


ફોટોગ્રાફીની વાત કરીએ તો Redmi Note 5 Proમાં ડ્યુઅલ રેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે દેખાવમાં iPhone X જેવું જ લાગે છે. તેમાં એક લેન્સ 12 મેગાપિક્સલનો છે જ્યારે બીજો લેન્સ 5 મેગાપિક્સલનો છે. તમે તેનાથી પ્રતિ સેકન્ડે 30 ફ્રેમ ફુલ એચડી વિડિયો પણ રેકોર્ડ કરી શકો છો. સેલ્ફી માટે પણ આ સ્માર્ટફોન ખાસ છે કારણ કે તેમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં સેલ્ફી માટે ડેડિકેટેડ ફ્લેશ પણ આપવામાં આવી છે.

કનેક્ટિવિટી માટે તેમાં હાઇબ્રિડ સિમ સ્લોટ આપવામાં આવ્યો છે એટલે કે તમે એક સ્લોટમાં સીમ અને બીજા સ્લોટમાં મેમરી કાર્ડ લગાવી શકો છો. સાથે જ રેરમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. તેમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે અને કંપનીએ દાવો કર્યો છે કે તેને ફુલ ચાર્જ કરીને સતત 14 કલાક સુધી વિડિયો જોઇ શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter