શાઓમીના સબ બ્રાન્ડ રેડમીએ તમામ લીક્સ બાદ આખરે પોતાનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન Redmi Go લૉન્ચ કરી દીધો છે. જો કે હજુ આ સ્માર્ટફોન યુરોપમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. ભારત કે અન્ય દેશમાં આ ફોન ક્યારે લૉન્ચ થશે તેની જાણકારી હજુ મળી નથી.
Redmi Goના સ્પેસિફિકેશન
શાઓમીના ટ્વિટ અનુસાર Redmi Goમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત આ ફોનમાં ક્વૉલકૉમ પ્રોસેસર છે. જો કે કંપનીએ પ્રોસેસરના વર્ઝનની જાણકારી આપી નથી. પરંતુ મીડિયા રિપોર્ટસ અનુસાર આ ફોનમાં ક્વૉલકૉમનું સ્નેપડ્રેગન 425 પ્રોસેસર છે.
આ ફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવશે. કેમેરાની વાત કરીએ તો Redmi Goમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. રિયર કેમેરા સાથે એલઇડી ફ્લેશ લાઇટ મળશે. Redmi Go બ્લેક અને બ્લૂ એમ બે કલર વેરિએન્ટમાં મળશે. કંપનીએ ફોન વિશે વધુ માહિતી આપી નથી.
જર્મનીની એક વેબસાઇટ રિપોર્ટ અનુસાર Redmi Goમાં 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ છે. જેને મેમરી કાર્ડની મદદથી વધારી શકાશે. આ ઉપરાંત ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, માઇક્રો યૂએસબી પોર્ટ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 4.2 અને 4જી એલટીઇ સપોર્ટ મળશે. યુરોપમાં આ ફોનનું વેચાણ ફેબ્રુઆરીથી શરૂ થશે. તેની કિંમત 80 યૂરો એટલે કે આશરે 6500 રૂપિયા છે.
Read Also
- પાણી માટે સરહદી વિસ્તારના ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસમાં ધામા નાખ્યા
- ઠંડીની ઋતુમાં તલનાં સેવનથી મળે છે શરીરને ઉર્જા, જાણો તેનાં ગુણકારી ફાયદા
- યુવાનની મૂંછ મૂંડાવવાના આરોપીઓને પોલીસે ગુફામાથી ઝડપી પાડ્યા
- ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર
- પાલીતાણામાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ, માતાની ભુમિકા શંકાના ઘેરામાં