GSTV
Home » News » Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન ફક્ત 4,499 રૂપિયામાં, જલ્દી કરો ફરી નહી મળે આવી તક

Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન ફક્ત 4,499 રૂપિયામાં, જલ્દી કરો ફરી નહી મળે આવી તક

Redmi Go

Xiaomiએ 19 માર્ચના રોજ સૌથી સસ્તો સ્માર્ટફોન Redmi Go ભારતમાં લૉન્ચ કરી દીધો છે. Redmi Go એક અલ્ટ્રા બજેટ સ્માર્ટફોન છે અને તેની કિંમત કંપનીએ 4,499 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોન ખરીદવા માટે ઇચ્છુક ગ્રાહકો માટે આજે શાનદાર તક છે.

શાઓમીએ પોતાના આ અલ્ટ્રા બજેટ સ્માર્ટફોનની પહેલી સેલ આયોજિત કરી છે. Redmi Goની સેલ આજે બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને Mi.com પર શરૂ થશે. આ બંને વેબસાઇટ્સ પર આ ફોનને લિસ્ટ કરી દેવામાં આવ્યો છે.

Redmi Go ઑફર

આ ફોનને ખરીદનાર ગ્રાહકોને લૉન્ચ ઑફર હેઠળ અનેક ફાયદા મળશે. ફ્લિપકાર્ટ પરથી Axis Bank Buzz Credit Card દ્વારા Redmi Go ખરીદનારાઓને 5 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ ફોનને નો-કોસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકાશે.

નો-કોસ્ટ ઇએમઆઇની શરૂઆત 750 રૂપિયા પ્રતિમાસથી શરૂ થાય છે. જો તમે આ સ્માર્ટફોન એમઆઇની વેબસાઇટ પરથી ખરીદો તો તમને જિયો તરફથી 2200 રૂપિયાનું કેશબેક અને 100જીબી ઇન્ટરનેટ ડેટા ફ્રી આપવામાં આવશે.  રેડમી ગો સ્માર્ટફોન બ્લેક અને બ્લૂ રંગમાં ખરીદી શકશો. 

Redmi Goના ફિચર્સ

Redmi Go ની ખાસિયતોની વાત કરીએ તો આ ફોન HD ડિસ્પ્લે, અનલિમિટેડ ગૂગલ ફોટો સ્ટોરેજ, 3000 mAhની બેટરી અને માઇક્રોએસડી કાર્ડ સ્લોટ સાથે આવે છે. રેડમી ગો સ્માર્ટફોન ગુજરાતી, હિન્દી સહિત 20 પ્રાદેશિક ભાષાઓ અને ગૂગલ આસિસ્ટન્ટ હિન્દી સપોર્ટ સાથે આવશે. . તેની સ્ક્રીન પાંચ ઇંચની છે.

માત્ર 4,999નો આ ફોન ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 425 ચિપથી સજ્જ છે. કંપનીનું કહેવું છે કે જે લોકો બેસિક ફોનથી સ્માર્ટફોન પા સ્વિચ કરવા માંગે છે, તેમના માટે રેડમી ગો એક સારો ઓપ્શન હોઇ શકે છે. રેડમી ગો એક જીબી રેમની સાથે આવે છે અને આ એક એંડ્રોઇડ ઓરિયો (ગો એડિશન) ફોન છે. તેમાં 8 મેગાપિક્સલનો બેક અને પાંચ મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.

Read Also

Related posts

સાડીનાં હોટ અવતારમાં છવાઈ ગઈ જાન્હવી કપૂર, જુઓ તેના સ્ટાઈલિશ PHOTOS

pratik shah

કોમિડિયન સ્ટાર કપિલ શર્મા બન્યા પપ્પા, સુનિલ ગ્રોવરે ટ્વિટ કરીને આપ્યો આ મેસેજ…

pratik shah

2 મહિલાઓએ ગેંગરેપ થયો હોવાનો એવો ડ્રામા કર્યો કે પોલીસ દોડતી થઈ ગઈ, ખરેખર હદ થઈ

Karan
Do NOT follow this link or you will be banned from the site!