GSTV
Home » News » Xiaomiના આ ત્રણ દમદાર સ્માર્ટફોન આકર્ષક કિંમતે ખરીદો, ફરી નહી મળે આવી ઑફર

Xiaomiના આ ત્રણ દમદાર સ્માર્ટફોન આકર્ષક કિંમતે ખરીદો, ફરી નહી મળે આવી ઑફર

Redmi Note 6 Pro

ભારતમાં ટૂંક સમયમાં Xiaomi Note 7 લૉન્ચ થવા જઇ રહ્યો છે. તેની પહેલાં જ કંપનીએ પોતાના સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કરવાની શરૂઆત કરી દીધી છે. કંપનીએ રેડમી 6 સીરીઝ પર કેટલાંક સમય માટે પ્રાઇસ કટની ઘોષણા કરી છે. 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી શાઓમીના પોપ્યુલર સ્માર્ટફોન્સ Redmi 6A, Redmi 6 અને Redmi 6 Pro  આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળશે.

Redmi 6A

આ ડિસ્કાઉન્ટ ઑફર હેઠળ Redmi 6A 2GB રેમ અને 32 GB સ્ટોરેજ મોડેલ 6,499 રૂપિયામાં મળશે. તેની મૂળ કિંમત 6,999 રૂપિયા છે.

Redmi 6Aમાં 5.45 ઇંચની ફુલ વ્યૂ એચડી પ્લસ ડિસ્પ્લે છે. તેમાં બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. Redmi 6Aમાં પાવર માટે 3000mAhની બેટરી છે.

Redmi 6

Redmi 6ની વાત કરીએ તો આ મોડલ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેના 3GB રેમ વેરિએન્ટને 8,999 તથા 4 GB રેમ વેરિએન્ટને 10,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ઉપરાંત આ સ્માર્ટફોન પર 1000 રૂપિયાની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે.

રેડમી 6માં કંપનીએ 5.45 ઇંચની એચડી પ્લસ સ્ક્રીન આપી છે. ફોનમાં 12 મેગાપિક્સેલ અને 5 મેગાપિક્સેલનું ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આમાં 3000 એમએએચની બેટરી છે. રેડમી 6માં કંપનીએ આવા જ સ્પેસિફિકેશન આપ્યા છે. ફોનમાં 4000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જોકે, આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા નથી. રેડમી 6 પ્રોમાં 5.84 ઇંચનો ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Redmi 6 Pro

આ લિમિટેડ પીરીયડ ઑફરમાં Redmi 6 Pro પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના 3 GB રેમ વેરિઅન્ટને 8,499 રૂપિયામાં ખરીદી શકાશે. જણાવી દઇ કે આ ઑફર ફક્ત 8 ફેબ્રુઆરી સુધી જ માન્ય છે.

Xiaomi Redmi Note 6 proની વિશેષતાની વાત કરીએ તો તેમાં 6.26 ઈંચનુ ફૂલ એચડી + આઈપીએસ એલસીડી ફૂલ સ્ક્રીન આપવામાં આવી છે, જેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. આ ફોન એન્ડ્રોઇડ પર આધારિત મીયુઆઈ પર ચાલે છે. સ્ક્રીનની સુરક્ષા માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. આ સિવાય હેન્ડસેટમાં 14NM ઑક્ટા-કોર-ક્વાલકૉમ 636 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

વ્હિક્લ ચલાવવું પડશે ભારે, સાથે 1 સપ્ટેમ્બર પછી SBI પણ લાવશે નવા નિયમ

Dharika Jansari

અનુભવી રોજર ફેડરરને ભારતનો આ યુવા ખેલાડી આપશે ટક્કર, 21 વર્ષ બાદ બની છે આ ઘટના

Mayur

ચાની ચુસ્કીની મજા થશે ડબલ, ગડકરીએ લીધો નવો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!