ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ Redmi 6Aની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ જણાવ્યા અનુસાર આ પ્રાઇસ કટ હંમેશા માટે છે. હવે આ સ્માર્ટફોનને તમે 5,999 રૂપિયામાં ખરીદી શકશો. આજથી આ ડિવાઇસ આ જ કિંમતે મળશે. તેને તમે એમેઝોન અને શાઓમીની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

પ્રાઇસ કટ બાદ Redmi 6Aના 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટની કિંમત 5,999 રૂપિયા છે જ્યારે 2GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા છે. આ વર્ષે ઓગસ્ટમાં Redmi 6A લૉન્ચ કરવામાં આવ્યો હતો.
લૉન્ચ સમયે Redmi 6Aની કિંમત 5,999 રૂપિયા હતી પરંતુ થોડા સમય બાદ જ ડૉલરની સરખામણીએ રૂપિયો નબળો પડ્યો અને તેની કીંમતમાં વધારો થયો. આ દરમિયાન શાઓમીએ આ સ્માર્ટફોન ઉપરાંત અન્ય ડિવાઇસની કિંમતો પણ વધારી હતી.
Redmi 6Aના સ્પેસિફિકેશન્સ
- 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
- બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
- સારી ગ્રિપ માટે આર્ક ડિઝાઇન
- 2 જીબી રેમ
- 16 જીબી/32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
- સ્માર્ટફોન 2+1 એમ બે કાર્ડ સ્લોટ્સ ધરાવે છે
- ફોનમાં ડેડિકેટેડ મેમરી કાર્ડ છે (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા (AI બેઝ્ડ પોટ્રેટ મોડ)
- 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (પ્રોટેટ મોડ)
- 12 નેનોમીટર હીલિયો A22 પ્રોસેસર
- ફેસ અનલોક સપોર્ટ
- 3000 mAhની બેટરી
- ડ્યુઅલ VoLTE અને સ્ટેન્ડબાય ફીચર
- એન્ડ્રોઇડ ઓરિયો 8.1
Read Also
- હલ્લાબોલ: અમરેલી કલેક્ટર કચેરી ખાતે આશાવર્કર બહેનો બની રણચંડી, પગાર વધારાને લઈએ દેખાવો
- CSIR કોરોના સંક્રમણ સર્વે/ ધુમ્રપાન કરનારા અને શાકાહારીઓમાં ભય ઓછો, આ બ્લડગ્રૂપવાળા લોકો થયા વધુ સંક્રમિત
- નરાધમ પિતા/ 10 વર્ષનો દિકરો અભ્યાસમાં ધ્યાન ન આપતાં જીવતો સળગાવ્યો, જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો છે ઝોલાં
- દરરોજના બચાવો માત્ર 200 રૂપિયા અને કમાઓ 3 કરોડ, આપ પણ બની શકો છો આ રીતે કરોડપતિ
- 9000 કરોડના કૌભાંડી વિજય માલ્યા મામલે મોદી સરકારના મોટા ખુલાસા, જાણી લો પ્રત્યાર્પણ માટે શું કરી રહી છે સરકાર?