GSTV

6,000 રૂપિયા સુધીના બજેટમાં આ છે Xiaomiના બેસ્ટ સ્માર્ટફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ પોતાના એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Redmi 6Aની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ કિંમત પર આ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ ડીલ સાબિત થઇ શકે છે. કારણ કે તેનાથી ઓછી કિંમતમાં તમને આ પ્રકારના ફિચર્સ અને ક્વોલીટી નહી મળે. આ કિંમતમાં તમને આના કરતાં સારો ફોન નહી મળે. પરફોર્મન્સ અને બેટરી લાઇફ તે ડિવાઇસને ખાસ બનાવે છે. આ કિંમત પર ઘણાં ઓછા સ્માર્ટફોન છે જે તને આ લેવલનું પર્ફોર્મન્સ આપે.

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ Redmi 6Aની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ જણાવ્યા અનુસાર આ પ્રાઇસ કટ હંમેશા માટે છે. હવે આ સ્માર્ટફોનને તમે 5,999 રૂપિયામાં ખરીદી શકશો. આજથી આ ડિવાઇસ આ જ કિંમતે મળશે. તેને તમે એમેઝોન અને શાઓમીની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

પ્રાઇસ કટ બાદ Redmi 6Aના 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટની કિંમત 5,999 રૂપિયા છે જ્યારે 2GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા છે. આ વર્ષે ઓગસ્ટમાં Redmi 6A લૉન્ચ કરવામાં આવ્યો હતો.

લૉન્ચ સમયે Redmi 6Aની કિંમત 5,999 રૂપિયા હતી પરંતુ થોડા સમય બાદ જ ડૉલરની સરખામણીએ રૂપિયો નબળો પડ્યો અને તેની કીંમતમાં વધારો થયો. આ દરમિયાન શાઓમીએ આ સ્માર્ટફોન ઉપરાંત અન્ય ડિવાઇસની કિંમતો પણ વધારી હતી.

Redmi 6Aના સ્પેસિફિકેશન્સ

  • 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
  • બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
  • સારી ગ્રિપ માટે આર્ક ડિઝાઇન
  • 2 જીબી રેમ
  • 16 જીબી/32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
  • સ્માર્ટફોન 2+1 એમ બે કાર્ડ સ્લોટ્સ ધરાવે છે
  • ફોનમાં ડેડિકેટેડ મેમરી કાર્ડ છે (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
  • 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા (AI બેઝ્ડ પોટ્રેટ મોડ)
  • 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (પ્રોટેટ મોડ)
  • 12 નેનોમીટર હીલિયો A22 પ્રોસેસર
  • ફેસ અનલોક સપોર્ટ
  • 3000 mAhની બેટરી
  • ડ્યુઅલ VoLTE અને સ્ટેન્ડબાય ફીચર
  • એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Xiaomi Redmi 5Aના સ્પેસિફિકેશન્સ

Xiaomi Redmi 5Aના બેઝ વેરિયન્ટમાં 5 ઇંચની HD ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 425 પ્રોસેસર અને 2GB રેમ આપવામાં આવી છે. આ ફોનમાં 16GB એક્પાન્ડેબલ સ્ટોરેજ પણ છે. આ ફોનમાં 13MP પ્રાઇમરી અને 5MP ફ્રન્ટ કેમરા પણ છે અને સાથે જ 3000mAhની બેટરી આપવામાં આવી છે.

આ ફોનના હાયર વેરિયન્ટના 2 રેમ અને સ્ટોરેજના વેરિયન્ટ્સ આપવામાં આવ્યા છે. એક 3GB રેમ અને 32GB સ્ટોરેજ ધરાવતું વેરિયન્ટ અને એક 4GB રેમ અને 64GB સ્ટોરેજ ધરાવતું વેરિયન્ટ છે. આ સ્માર્ટફોન ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને ડાર્ક ગ્રે કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.  આ સિવાય સ્નેપડ્રેગન 435 પ્રોસેસર અને 16MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

Xiaomi Redmi 5Aની કિંમત

2GB રેમ ધરાવતા આ સ્માર્ટફોનની કિંમત 5,999 રૂપિયા છે. જો આ સ્માર્ટફોનના 3GB વેરિએન્ટની વાત કરીએ તો તેની કિંમતમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સ્માર્ટફોન તમે 6,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Read Also

Related posts

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana

ડૂબવાના આરે આવેલી યસ બેંક કરશે સુધારા, દેશભરમાં 50 શાખાઓ કરશે બંધ

Pravin Makwana

NSA અજિત ડોભાલે ભારત સાથે દુશ્મની રાખનારને આપ્યો કડક સંદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!