GSTV
Home » News » Xiaomiનો આ દમદાર સ્માર્ટફોન ‘સસ્તા’માં ખરીદવાની આજે શાનદાર તક, જો જો જતી ના કરતા

Xiaomiનો આ દમદાર સ્માર્ટફોન ‘સસ્તા’માં ખરીદવાની આજે શાનદાર તક, જો જો જતી ના કરતા

જો તમે દમદાર અને વિશવાસપાત્ર એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો આજેનો દિવસ તમારા માટે ખાસ છે. શાઓમીના Redmi 6A સ્માર્ટફોનના 2 જીબી રેમ તથા 16 જીબી સ્ટોરેજ વેરિએન્ટને બુધવારે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. શાઓમી રેડમી 6એનું વેચાણ આજે એમેઝોન ઇન્ડિયા તથા મીડૉટ કૉમ પર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ફોનને ફ્લેશ સેલમાં 5,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવામાં આવશે. જણાવી દઉએ કે ફ્લેશ સેલમાં આ ફોન લિમિટેડ સંખ્યામાં ઉપલબ્ધ કરાવામાં આવશે.

Redmi 6Aની કિંમત

Redmi 6Aના 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટની કિંમત 5,999 રૂપિયા છે જ્યારે 2GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા છે. આ વર્ષે ઓગસ્ટમાં Redmi 6A લૉન્ચ કરવામાં આવ્યો હતો.

લૉન્ચ સમયે Redmi 6Aની કિંમત 5,999 રૂપિયા હતી પરંતુ થોડા સમય બાદ જ ડૉલરની સરખામણીએ રૂપિયો નબળો પડ્યો અને તેની કીંમતમાં વધારો થયો. આ દરમિયાન શાઓમીએ આ સ્માર્ટફોન ઉપરાંત અન્ય ડિવાઇસની કિંમતો પણ વધારી હતી.

Redmi 6Aના સ્પેસિફિકેશન્સ

• 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
• બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
• સારી ગ્રિપ માટે આર્ક ડિઝાઇન
• 2 જીબી રેમ
• 16 જીબી/32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
• સ્માર્ટફોન 2+1 એમ બે કાર્ડ સ્લોટ્સ ધરાવે છે
• ફોનમાં ડેડિકેટેડ મેમરી કાર્ડ છે (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
• 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા (AI બેઝ્ડ પોટ્રેટ મોડ)
• 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (પ્રોટેટ મોડ)
• 12 નેનોમીટર હીલિયો A22 પ્રોસેસર
• ફેસ અનલોક સપોર્ટ
• 3000 mAhની બેટરી
• ડ્યુઅલ VoLTE અને સ્ટેન્ડબાય ફીચર
• એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Redmi 6A પર ઑફર્સ

ઑફર્સની વાત કરીએ તો એચડીએફસીના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ફોન પર નો કોસ્ટ ઇએમઆઇની ઑફર પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રિલાયન્સ જિયોના ગ્રાહકોને ફોન ખરીદવા પર 2200 રૂપિયાનું કેશબેક તથા 100 જીબી એડિશનલ 4જી ડેટા પણ મળશે.

Read Also

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!