GSTV
Home » News » Xiaomiની શાનદાર ભેટ: આટલી ઓછી કિંમતે ફરી નહી મળે આ દમદાર સ્માર્ટફોન

Xiaomiની શાનદાર ભેટ: આટલી ઓછી કિંમતે ફરી નહી મળે આ દમદાર સ્માર્ટફોન

શાઓમીએ પાંચ દિવસમાં સતત પાંચ ઘોષણાઓ કરી છે. તેમાં દરરોજ એક સ્માર્ટફોનની પ્રાઇસ કટ રિવિલ કરવામાં આવી રહી છે. શાઓમી ઇન્ડિયાના હેડ મનુ જૈને ટ્વીટ કરીને Redmi 6ની નવી કિંમત જણાવી છે. Redmi 6ની કિંમત ઘટાડવામાં આવી છે અને હવે આ દમદાર સ્માટ્ફોન ફક્ત 7,999 રૂપિયામાં મળશે. જણાવી દઇ કે આ સ્માર્ટફોન આ જ કિંમત લૉન્ચ કરવામાં આવ્યો હતો અને પછીથી તેની કિંમત વધારવામાં આવી હતી.

તાજેતરમાં જ કંપનીએ Redmi 6 Pro, Redmi Y2 અને Mi A2ની કિંમતો ઘટાડી છે. Redmi 6ને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો અને તેની શરૂઆતની કિંમત 8,499 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ સ્માર્ટફોનની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેને તમે ફ્લિપકાર્ટ અને એમઆઇ ડૉટ કોમ પરથી ખરીદી શકો છો.

આ પ્રાઇસ કટ 3GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટ માટે છે. બીજા વેરિએન્ટમાં 3 GB રેમ અને 64 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. હવે તેની કિંમત 8,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન ગોલ્ડ, બ્લૂ અને બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. જો તમે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદશો તો તમને એક્સ્ટ્રા 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ તેના પર એક્ચેન્જ ઑફર પણ છે.

Redmi 6ના ફિચર્સ

આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ MIUI પર ચાલે છે. જેમાં 18:9 એસ્પેક્ટ રેશિયો સાથે 5.45 ઈંચ HD+ (720×1440 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 2GHz ઓક્ટાકોર 12 nm મીડિયા ટેક હેલિઓ P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરીએ તો ફોનના રિયરમાં ડ્યુલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પહેલો કેમેરા 12 મેગાપિક્સલ અને બીજો કેમેરા 5 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ સેલ્ફી માટે ખાસ છે. ફોનની ઈન્ટરનલ મેમોરી 32 GB/ 64GB ની છે જેને કાર્ડની મદદથી વધારી શકાય છ. કનેક્ટિવિટી માટે 4G LTE, બ્લૂ ટુથ, Wi-fi, GPS/A-GPS, એક 3.5 mm હેડફોન જેક તથા માઈક્રો યુએસબીને સપોર્ટ કરે છે.

Read Also

Related posts

બનાસકાંઠા: મોતની સવારીનો સિલસીલો યથાવત,પોલીસની મીઠીનજર હેઠળ ચાલતું કારસ્તાન

Riyaz Parmar

સાસણગીરમાં આવતીકાલથી ચાર માસ સુધી નહી થઈ શકે સિંહના દર્શન, આ છે તેનું કારણ

Nilesh Jethva

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ઉપર ગાળીયો કસાયો, કોર્ટે આ મામલે લગાવી રોક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!