શાઓમીના સૌથી સસ્તા સ્માર્ટફોન Xiaomi Redmi 5A ની આજે ફરી એકવાર સેલ છે. આ ફોન હવે ચાર કલર વેરિએન્ટ રોઝ ગોલ્ડ, ગોલ્ડ, બ્લેક અને સિલ્વરમાં મળશે. ફોનનું વેચાણ ગુરુવારે એટલે કે આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ સ્માર્ટફોન તમે ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને એમઆઇ.કોમ પરથી ખરીદી શકો છો. આ ફોનના ફિચર્સની વાત કરીએ તો કંપનીએ 8 દિવસના બેટરી બેકઅપનો દાવો કર્યો છે.
આ ફોનમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે, ક્વોલકોમનું ક્વોડકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર, 2જીબી રેમ અને 16જીબી સ્ટોરેજ છે જેને 128 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાશે.આ ઉપરાંત આ ફોનમાં 3000એમએએચની બેટરી અને 87 દિવસના બેકઅપનો દાવો કરવામાં આવ્યો છે આ ફોનના 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા છે.
આ ફોનમાં 13 મેગાપિક્સલનો રેર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોનમાં હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સપોર્ટ છે. ફોનની કિંમત 4,999 રૂપિયા છે. ફોનની સાથે જિયો તરફથી 1000 રૂપિયાનું કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. તેમાં 100 રૂપિયાના 10 રિચાર્જ વાઉચર આપવામાં આવશે, જેનો ઉપયોગ તમે જિયો રિચાર્જ કરાવતી વખતે કરી શકો છો.