GSTV
Home » News » Xiaomiનો આ પાવરફુલ સ્માર્ટફોન થયો સસ્તો, ફિચર્સ જાણશો તો હમણા જ ખરીદી લેશો

Xiaomiનો આ પાવરફુલ સ્માર્ટફોન થયો સસ્તો, ફિચર્સ જાણશો તો હમણા જ ખરીદી લેશો

શાઓમીએઘોષણા કરી છે કે તે પોતાના ફ્લેગશીપ સ્માર્ટફોન Poco F1ના તમામ વેરિએન્ટ પર એક હજાર રૂપિયાનું પરમનન્ટ ડિસ્કાઉન્ટ આપશે. શાઓમીએ જણાવ્યું કે કંપનીએ ગત ત્રણ મહિનામાં દુનિયાભરમાં 7 લાખ Poco F1 ફોનનું વેચાણ કર્યુ છે. આ ફોનમાં લેટેસ્ટ ફ્લેગશીપ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર લાગેલું છે.

શાઓમીએ જણાવ્યા અનુસાર બેસ વેરિએન્ટ 6જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વાળા સ્માર્ટફોનની કિંમત હવે 19,999 રૂપિયા હશે. તેવામાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 22,999 રૂપિયા અને ટૉપ વેરિએન્ટ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 27,999 રૂપિયા હશે.

Poco F1ના સ્પેસિફિકેશન

  • 6.18 ઇંચની આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે
  • ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન
  • 6/8 જીબી રેમ વેરિઅન્ટ
  • 64/128/256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
  • ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
  • 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
  • 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
  • 4000 mAhની ક્વીક ચાર્જિંગ સપોર્ટ કરતી બેટરી
  • ફોન સાથે ફાસ્ટ ચાર્જર પણ મળશે
  • એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ
  • ગ્રેફાઇટ બ્લેક, સ્ટીલ બ્લૂ અને આર્મર્ડ વેરિઅન્ટ્સ

Read Also

Related posts

દિવાળીમાં આ રીતે કરશો ગોઠવણ તો ઘર બનશે હવા-ઉજાસ અને પ્રકાશમય

Bansari

સૌ પ્રથમ કોણે કર્યું હતું કરવા ચોથનું વ્રત? જાણો કરવા અને ચાળણાનું મહત્વ

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!