GSTV
Home » News » Xiaomiથી લઇને Oppo-Vivoના આ સ્માર્ટફોન્સ થઇ ગયાં સસ્તા, તમારા માટે છે બેસ્ટ ડીલ

Xiaomiથી લઇને Oppo-Vivoના આ સ્માર્ટફોન્સ થઇ ગયાં સસ્તા, તમારા માટે છે બેસ્ટ ડીલ

smart phones offers

નવા વર્ષે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે અનેક ઓપ્શન્સ છે. આ વર્ષે નવા સ્માર્ટફોન્સ લૉન્ચ થવા જઇ રહ્યાં છે તેથી ગત વર્ષે લૉન્ચ થયેલા સ્માર્ટફોન્સની કિંમતો ઘટાડી દેવામાં આવી છે. તેમાં બજેટ સ્માર્ટફોન્સ અને મોંઘા સ્માર્ટફોન્સ બંને સામેલ છે. તાજેતરમાં જ વીવોએ પોતાના ફ્લેગશીપ NEXની કિંમતમાં 5 હજા રૂપિયાનો ઘટાડો કર્યો છે. સાથે જ શાઓમીનો પોકોફોન પણ સસ્તો થઇ ગયો છે.

Xiaomi Poco F1

આ સ્માર્ટફોનની કિંમત રૂ. 1,000 ઘટી ગઈ છે. ભાવમાં ઘટાડો કર્યા પછી, 8 જીબી રેમ અને 256 જીબી મેમરી વેરિએન્ટ 27,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Vivo NEX

પોપ-અપ સેલ્ફિ કેમેરા અને ફુલ સ્ક્રીન ધરાવતા આ સ્માર્ટફોનની કિંમત 5000 રૂપિયા ઘટી ગઇ છે અને હવે તે 39,999 રૂપિયા થઈ રહી છે. તે સેગમેન્ટના શ્રેષ્ઠ સ્માર્ટફોન્સમાંનો એક છે અને તેના સ્પેસિફિકેશન્સ ટપના છે.

Xiaomi Redmi Note 6 Pro

આ સ્માર્ટફોનની વાસ્તવિક કિંમત રૂ. 15999 છે, પરંતુ તે રૂ. 13999માં મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ પરની ઓફર હેઠળ, એક્સિસ બેન્કના કાર્ડ પર 10% સુધીની કેશબેક પણ ઉપલબ્ધ હશે.

Zenfone Max Pro M1: 

આ સ્માર્ટફોન Redmi Note 5 Proની ટક્કરનો છે. તેની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. તેના 3જીબી રેમ વેરિએન્ટને તમે 9,999  રૂપિયામાં ખરીદી શકો છો. આ તમારા માટે બેસ્ટ ડીલ છે.

Oppo F9 Pro 

આ સ્માર્ટફોન તાજેતરમાં 2000 રૂપિયા સસ્તો થયો છે અને હવે તેને 21, 990 રૂપિયામાં ખરીદી શકો છો.

Oppo A5:

આ ફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને હવે તમે તેને રૂ. 13, 990 રૂપિયામાં ખરીદી શકો છો.

Nokia 7.1:

આ સ્માર્ટફોન 4 જીબી રેમ અને 64 જીબી મેમરી સાથે આવે છે. આ સ્માર્ટફોનની કિંમત પણ ઘટાડી દેવામાં આવી છે અને હવે તમે તેને 19099 રૂપિયામાં ખરીદી શકો છો.

Read Also

Related posts

અલ્પેશ ઠાકોરને લઈને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે લીધો આ નિર્ણય

Nilesh Jethva

નવસારીના કસ્બામાં થયેલા ગેંગરેપમાં કોથળમાંથી નિકળ્યું બિલાડું, આવી આ વાત સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!