GSTV
Auto & Tech Trending

Xiaomi No.1 Mi Fan Sale, 1રૂ.માં મળશે સ્માર્ટફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ નંબર વન મી ફેન સેલનું આયોજન કર્યું છે. ક્રિસમસ પહેલાં જ કંપનીએ પોતાના ચાહકોને આ સેલ દ્વારા ભેટ આપી દીધી છે. સેલ બુધવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને 21 ડિસેમ્બર સુધી તમે આ સેલનો લાભ લઇ શકશો. આ સેલમાં સ્માર્ટફોન,પાવર બેન્ક, કવર અને અસેસરીઢ ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત શાઓમીના અનેક લોકપ્રિય હેન્ડસેટ સેલ દરમિયાન વેચવામાં આવશે. આ દરમિયાન બપોરે 2 વાગ્યાથી રૂ.1ની ફ્લેશ સેલ પણ શરૂ થશે.

સેલ દરમિયાન રૂ.35,999ની કિંમતનો Xiomi Mi max 2  રૂ.32,999માં વેચવામાં આવશે. સાથે જ રૂ.14,999ની કિમતનો  Xiomi Mi max 2  રૂ.12,999માં વેચવામાં આવશે. સાથે જ Xiomi Redmi 4 રૂ.1000ના ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવશે. Xiomi Redmi Note 4 અને Redmi Y1 Lite પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ હશે. શાઓમીએ કેસ કવર પર રૂ.100 સુધીના ડિસ્કાઉન્ટની ઘોષણા કરી છે. એસેસરીઝમાં 20000 એમએએચની એમઆઇ પાવરબેન્ક રૂ.1999ના બદલે રૂ.1499માં આપવામાં આવશે, હુધવાર અને ગુરુવારે રૂ.1ની ફલ્એશ સેલ માટે હાલ 6 પ્રોડક્ચ સિલેક્ટ કરવામાં આવ્યા છે. તેમાં આઓમી રેડમી 5એ, એમઆઇ વીઆર 2 પ્લે ડાર્ક ગ્રે, એમઆઇ વાઇ-ફાઇ રિપિટર 2 વ્હાઇટ, અને એમઆઇ બેન્ડ એચઆરએક્સ એડિશન બ્લેકનો સમાવેશ થાય છે.

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV