શાઓમી (Xiaomi) આગામી મહિનામાં ભારતમાં તેનું સ્માર્ટ ટીવી લોન્ચ કરશે. કંપનીએ Mi TV 4A 40 Horizon Editionના ઇન્ડિયા લોન્ચ માટે ટીઝર જારી કર્યું છે. આ નવુ ટીવી સેટ ભારતમાં સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલા Mi TV 4A ફુલ HD TV મોડલનું જ અપગ્રેડ હશે. કંપની 1 જૂનના રોજ યોજાનારી ઓનલાઇન ઇવેન્ટમાં ટીવી પરથી પડદો ઉઠશે.
ચીની કંપનીએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે નવા સ્માર્ટ ટીવીમાં હોરિઝોન ડિસ્પ્લે હશે અને તેમાં ખૂબ જ પાતળા બેઝલ આપવામાં આવશે. કંપની નવા ટીવીને બેઝલ-લેસ ડિઝાઇન તરીકે શોકેસ કરી રહી છે અને ટીઝર ઇમેજમાં આ ડિઝાઇન જોઇ શકાય છે. આ ટીવી અંગે તેના ટ્વીટમાં Mi India લખ્યું કે ‘શાનદાર એક્સપીરિયન્સ. ખૂબસુરત વિઝ્યુલ. સાચે એક આર્ટ વર્ક.’
Xiaomi ટીવીના ફિચર્સ
Mi TV 4A 40 ઇન્ચ Horizon Editionના ફીચર Mi TV 4A 40 ઇન્ચ ફુલ HD સ્માર્ટ ટીવી જેવા જ હોવાની અપેક્ષા છે. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ, એન્ડ્રોઇડ TV ડેટા સેવિંગ ફીચર સાથે લેટેસ્ટ પેચવોલ સોફ્ટવેર અને DTS-HD સપોર્ટ સાથે 20W સ્પીકર્સ મળી શકે છે.
કિંમત
અપકમિંક Mi TV 4A 40ની કિંમત અંગે કોઈ જાણકારી નથી મળી પરંતુ તેને 22 હજાર રૂપિયાની નજીક લોન્ચ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે શાઓમીએ તાજેતરમાં જ ભારતમાં Redmi Note 10S અને Redmi Watch પણ લોન્ચ કરી હતી. તેની કિંમત ક્રમશ: 14,999 રૂપિયા અને 3,999 રૂપિયા છે.
Read Also
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર