GSTV
Home » News » ફોલ્ડેબલ ડિવાઈઝ અને દમદાર 60MP કેમરા સાથે લોન્ચ થઈ શકે છે Xiaomiનો આ સ્માર્ટફોન

ફોલ્ડેબલ ડિવાઈઝ અને દમદાર 60MP કેમરા સાથે લોન્ચ થઈ શકે છે Xiaomiનો આ સ્માર્ટફોન

Xiaomiએ પોતાના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનના બે વીડિયોઝ પહેલા જ જાહેર કરી દીધા છે. એવી ચર્ચા છે કે ચીની કંપની પોતાના આ સ્માર્ટફોનને 2019ના Q2માં રજૂ કરશે. હવે જાણકારી મળી રહી છે કે શાઓમીના ડબલ ફોલ્ડેબલ ડિવાઈસને Mi MIX 4નું નામ આપવામાં આવશે.

આ સ્માર્ટફોન ચીનમાં Alipayના સ્માર્ટફોન રેન્ટલ પેઝ પર કીન હાઈ-એન્ડ હેન્ડસેટ્સની સાથે જોવા મળ્યો છે. તેમાં Oppo Reno, Huawei P30 અને ફોલ્ડેબલ Mate Xનું નામ શામેલ છે. સાથે જ કંપનીએ પાછલા મહિને એક ટીઝર લોન્ચ કરી જાણકારી આપી હતી કે એક નવો Mi MIX સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે.

હાલમાં એતો સ્પષ્ટ નથી કે Mi MIX 4 અંતમાં કેવો દેખાશે. પરંતુ Gizchinaની રિપોર્ટ અનુસાર, ત્યાં આપવામાં આવેલા એક પેજ પરથી એ જાણકારી મળી છે કે તેમાં ડ્યુઅલ ફોલ્ડેબલ ડિસ્પ્લે ડિઝાઈન જોવા મળી શકે છે. સોર્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ડિવાઈઝમાં દમદાર 60 મેગાપિક્સલ કેમરા સેન્સર આપવામાં આવી શકે છે. જોકે આવી કોઈ વાતની પુષ્ટી હજુ સુધી કરવામાં આવી નથી.

શાઓમીએ હાલમાં તેના લોન્ચિંગને લઈને કોઈ જાણકારી આપી નથી પરંતુ પેજમાં જણાવ્યા અનુસાર આ વર્ષના બીજા છ મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. સાથે જ એમ પણ હાલમાં સ્પષ્ટ નથી કે ચીની કંપની ભારતમાં ફોલ્ડેબલ ડિવાઈઝને લોન્ચ કરશે કે નહીં. શાઓમીના ડુઅલ ફોલ્ડેબલ ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને 10GB સુધીની રેમ આપવામાં આવે તેવી આશા છે.

મળેલી જાણકારી અનુસાર આ એન્ડ્રોયડ 9 પાઈ બેસ્ડ MIUI 10 પર ચાલશે. અમુક દાવા એવા પણ છે કે આ સ્માર્ટફોનમાં ફોલ્ડેબલ સ્ક્રીન 6.5-ઈંચની હશે અને ઓપન થયા બાદ સ્ક્રીનની સાઈઝ 10 ઈંચ થઈ જશે.

જ્યાં સુધી કિંમતોની વાત છે તો જણાવવામાં આવી રહ્યું છે કે શાઓમી પોતાના ફોલ્ડેબલ ડિવાઈઝને સેમસંગના ફોલ્ડેબલ હેન્ડસેટની કિંમતની તુલનામાં અડધી કિંમતમાં ઉતારશે. Galaxy Foldની શરૂઆતની કિંમત $1,980 (લગભગ 1.4 લાખ રૂપિયા) છે અને Huawei Mate X ફોલ્ડેબલ ડિવાઈઝની કિંમત $2,600 (લગભગ 1.8 લાખ રૂપિયા)થી શરૂ થાય છે. iGyaanના રિપોર્ટ અનુસાર, શાઓમીના ફોલ્ડેબલ ફોનની કિંમત $999 હશે. ત્યાં જ ભારતમાં તેની કિંમત 74,999 રૂપિયા હોઈ શકે છે.

Read Also

Related posts

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar