GSTV
Gujarat Government Advertisement

આ સ્માર્ટફોન પર મળી રહી છે મોટી છૂટ, બજારમાં જલદી લોન્ચ થશે Mi A3

Last Updated on July 15, 2019 by

Xiaomi Mi A2 પછી હવે આવ્યો Mi A3. ચીની સ્માર્ટફોન મેકર Xiaomi જલદી જ Mi A3 પણ લોન્ચ કરી શકે છે. ટીઝર મુજબ Mi A3 છેલ્લા વર્ઝન કરતાં ઘણું સારું છે. રિપોર્ટ મુજબ Xiaomi Mi A3, 25 જુલાઈના દિવસે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં Android One પ્લેટફોર્મ હશે જે બીજા સ્માર્ટફોનમાં જોવા મળશે.

ભારતમાં Mi A3 ક્યારે આવશે એ મોટો સવાલ છે. અત્યારે કંપની અહીં Redmi K20, Redmi K20 Pro લાવી રહી છે. એટલે અત્યાર સુધી Mi A3 ભારતમાં લોન્ચની કોઈ જાણકારી નથી. ભારતમાં Mi A1 અને Mi A2 મળે છે. ભારતમાં તેને ચીનમાં લોન્ચ કર્યા પછી કેટલાક મહિના પછી લોન્ચ કરવામાં આવશે.

હવે વાત છે ભારતમાં Mi A2ની કિંમતની. આ સ્માર્ટફોન ભારતમાં 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Amazon India વેબસાઈટ પર Xiaomi Mi A2 અત્યારે 9,999 રૂપિયામાં મળી શકે છે. તેની ઓરિજિનલ કિંમત લોન્ચ સમયે 17,499 રૂપિયા હતી. આ સ્માર્ટફોનમાં Android One આપવામાં આવ્યો છે.

Xiaomi Mi A2ના સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 660 ઓક્ટોબર પ્રોસેસર આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4GB રેમ સાથે 64GBની ઈન્ટનલ સ્ટોરેજ આપવામાં આવે છે. Mi A2માં ડ્યુઅલ સિમનું ઓપ્શનમાં આપવામાં આવ્યું છે અને તેની ડિસ્પ્લે 5.99 ઈંચ છે. Xiaomi Mi A2માં ડુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

એક લેન્સ 20 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની બેટરી 3010mAhની છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં USB Type C સાથે બ્લૂટૂથ, વાઈફાઈ જેવા સ્ટેન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

સાવધાન / શું તમે તમારા બેંક સંબંધિત કામ ફોનથી કરો છો? જો જવાબ હાં હોય તો આ ટ્રિકથી રહો સચેત, થઇ શકે છે રૂપિયાની ઉચાપત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!