સ્માર્ટફોનથી લઇને સ્માર્ટ TV સુધી Xiaomiની આ 7 પ્રોડક્ટ્સની કિંમતમાં ધરખમ ઘટાડો, જો જો તક જતી ન કરતાં

શાઓમીએ ગત એક મહિનામાં પોતાની અનેક પ્રોડક્ટ્સની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે. શાઓમીએ એમઆઇએ2, રેડીમી નોટ 5 પ્રો, સ્માર્ટ ટીવી સહિત 7 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. જણાવી દઇએ કે 10 જાન્યુઆરીએ શાઓમી ભારતમાં 65 ઇંચનું સ્માર્ટટીવી પણ લૉન્ચ કરશે. ચાલો જાણીએ શાઓમીની કઇ પ્રોડક્ટ્સ સસ્તી થઇ.

Xiaomi Mi A2

આ ફોનની કિંમતમાં 3 હજાર રૂપિયાનો ઘટાડો થયો ચે. હવે શાઓમી એમઆઇ એ2ને 13,999 રૂપિયાની શરૂઆતની કિંમત પર ખરીદી શકો છો. આ કિંમત પર તમને 4 જીબી રેમ તથા 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ મળશે.

Redmi Note 5 Pro

ભારતમાં સૌથી લોકપ્રિય વર્ઝન Redmi Note 5 Proની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. ઘટાડા બાદ રેડમી નોટ 5 પ્રોનમે 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. તેનું 6જીબી રેમ વેરિએન્ટ 13,999 રૂપિયામાં મળી રહ્યું છે.

Poco F1

શાઓમી પોકો એફ1 ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર વાળો દુનિયાનો સૌપ્રથમ સ્માર્ટફોન છે. આ ફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે આ ફોનને 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ કિંમતમાં તમને 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ વાળો વેરિએન્ટ મળશે.

Redmi 6A

રેડમી 6એ શાઓમીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. રેડમી 6એ હવે 5,999 રૂપિયામાં ખરીદી શકાશે. પહેલા તેની કિંમત 6,999 રૂપિયા હતા. આ સમયે સ્માર્ટફોન માર્કેટમાં શાઓમીનો આ સ્માર્ટફોન બેસ્ટ બજેટ સ્માર્ટફોન છે.

Mi LED TV 4C Pro

Mi LED TV 4C Pro ના 32 ઇંચ વેરિએન્ટને હવે તમે 2000 રૂપિયા ઓછી કિંમતે એટલે કે 13,999 રૂપિયામાં ખરીદી શકો છો. તેવામાં કંપનીના Mi LED TV 4A Proના 49 ઇંચ વેરિએન્ટની કિંમતમાં પણ 1000 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે આ ટીવીને 30,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ નવી કિંમતો સાથે Miના ટીવીને તમે ઓનલાઇન અને ઑફલાઇન બંને પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter