GSTV
Home » News » Note 7ની રાહ જોઈને થાક્યા છો? તો Xiaomiનો આ સ્માર્ટફોન થઈ રહ્યો છે લોન્ચ, કિંમત અને ફિચર્સ છે જોરદાર

Note 7ની રાહ જોઈને થાક્યા છો? તો Xiaomiનો આ સ્માર્ટફોન થઈ રહ્યો છે લોન્ચ, કિંમત અને ફિચર્સ છે જોરદાર

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી 20 ફેબ્રુઆરીએ બીજિંગમાં એક ઈવેન્ટ આયોજીત કરવાની છે. જેમાં કેપની પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Mi 9 લોન્ચ કરશે. જેની જાણકારી કંપની Weiboએ એક પોસ્ટ કરી દીધી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફોન 2019ના સુપર પાવરફુલ ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. તે ઉપરાંત પોસ્ટમાં ફોનના ફોટો પણ દેખાઈ રહ્યો છે. જેમાં ટ્રિપલ કેમરા સેટઅપ અને વોટર ડ્રોપ નોચ છે.

હકીકતે શાઓમી પોતાના ઘરેલુ બજારમાં Mi 9ને 20 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે. ત્યાં જ 24 ફેબ્રુઆરીએ સ્પેનના બાર્સિલોનામાં આયોજીત થવા વાળી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં તેને તેને ગ્લોબલી લોન્ચ કરશે. ત્યાં જ ટ્વીટર પર કંપનીએ આ સ્માર્ટફોનનું ટીઝર ફોટો શેર કર્યો છે.

જાણકારી અનુસાર શાઓમી પોતાના આ ફોનને ટ્રિપલ રિયર કેમરા સેટઅપ સાથે લોન્ચ કરી શકે છે. જેનો પહેલો કેમરા 48 મેગાપિક્સલ સેન્સર, બીજો 12 મોગાપિક્સલ સેન્સર, અને ત્રીજો સેન્સર 3D ToF લેન્સ હશે. જાણકારી અનુસાર તેમાં 6GB રેમ અને 128GBની ઈન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોન MIUI 10 પર ચાલશે. એવું જાણવા મળી રહ્યું છે કે કંપની પોતાના આ ફોનને 10GB રેમ વાળા વેરિએન્ટમાં પણ લોન્ચ કરી શકે છે.

ત્યાંજ ફોનમાં લાગેલા ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં 24 મેગાપિક્સલ Sony IMX576 સેન્સર હોઈ શકે છે જે વોટર ડ્રોપ નોચની પાસે હશે. તે ઉપરાંત તેમાં 6.4 ઈન્ચનો ફુલ HD+ ડિસ્પ્લે હશે. જેની સાઈઝ 6.4 ઈન્ચ હશે. જાણકારી અનુસાર આમાં Qualcomm Snapdragon 855 પ્રોસેસર હોઈ શકે છે.

ત્યાં જ હવે જો કિંમતની વાત કરીએ તો તેની કિંમત 2999 ચીની યુઆન યાની લગભગ 31,566 રૂપિયા હોઈ શકે છે. જોકે હજુ સુધી કિંમત વિશે કંપનીની તરફથી કોઈ જાણકારી નથી મળી.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!