GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Xiaomiના આ ધાંસૂ સ્માર્ટફોનની લોકપ્રિયતા તો જુઓ ! 55 સેકેન્ડમાં ધડાધડ વેચાઇ ગયા 200 કરોડના યુનિટ્સ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ તાજેતરમાં જ પોતાના બે સ્માર્ટફોન Mi 10 અને Mi 10 Pro લૉન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન્સની સૌથી મોટી ખાસિયત તેનો 108 મેગાપિક્સલનો કેમેરા છે. આ સ્માર્ટફોન હાલ ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યાં છે. મંગળવારે 18 ફેબ્રુઆરીએ શાઓમી Mi 10 Proની પહેલી સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોનની લોકપ્રિયતાનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય કે પહેલી જ સેલમાં 55 સેકેન્ડમાં જ આ સ્માર્ટફોન સ્ટોક આઉટ થઇ ગયો. કંપનીએ જણાવ્યા અનુસાર સેલમાં વેચવામાં આવેલા યુનિટ્સની કિંમત 200 કરોડથી વધુ છે.

Xiaomi Mi 10 અને Xiaomi Mi 10 Pro બંનેમાં 108MP કેમેરા

આ બંને સ્માર્ટફોનની સૌથી મોટી ખાસ વાત 108 મેગાપિક્સલનો કેમેરા છે.સેલમાંથી વેચાયેલા ડિવાઈસની કિંમત રૂ.200 કરોડથી પણ વધારે છે.આ પહેલા કંપનીએ Xiaomi Mi10 ફોન માટે પ્રથમ સેલનું આયોજન કર્યું હતું.

માત્ર 1 મિનિટમાં ધડાધડ વેચાઇ ગયા Xiaomi Mi10

તા. 14 ફેબ્રુઆરીએ પ્રથમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 1 જ મિનિટમાં Xiaomi Mi10નો તમામ સ્ટોક ખાલી થઈ ગયો હતો.જ્યારે Mi10 સ્માર્ટફોનથી થયેલા વકરાની કિંમત રૂ.200 કરોડથી વધારે હતી. જ્યારે Xiaomi Mi10 Pro માત્ર 5 જ સેકન્ડમાં મોટા ભાગના ડિવાઈસ વેચાઈ જતા એક રેકોર્ડ બનાવ્યો હતો.Mi10 Pro સ્માર્ટ ફોન ત્રણ કલર ઓપ્શનમાં મળે છે. જેમાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્લુ કલરનો સમાવેશ થાય છે.આ ડિવાઈસની કિંમત 8 GB RAM + 256 GB સ્ટોરેજ મો઼ડેલની કિંમત આશરે રૂ.50,000 છે. જ્યારે 12 GB RAM + 512 GB સ્ટોરેજ મોડેલની કિંમત આશરે 60,000 રૂ. છે.

સૌથી ખાસ ફિચર 108MP કેમેરા

આ બંને ફોનનું સૌથી ખાસ ફિચર તેનો 108 MP નો કેમેરા છે.108 MP સેન્સર સિવાય પણ 20 MP વાઈડ એન્ગલ સેન્સર, 12 MP ડેપ્થ સેન્સર, 5 MP ટેલિફોટો લેન્સ અને 2 MP માઈક્રોલેન્સ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત 6.47 ઈંચની ફૂલ HD ડિસપ્લે અને AMOLED લુક આપવામાં આવ્યો છે.જ્યારે ક્વાલકોમ પ્રોસેસરને કારણે ફોનમાં સ્પીડ મળી રહેશે.આ ઉપરાંત 5260mAh ની એક બેટરી પણ આપવામાં આવી છે.કંપની આ જ વર્ષે આ બંને મોડેલ ભારતમાં લૉન્ચ કરશે એવી તૈયારી બતાવી હતી.

Read Also

Related posts

આગામી વર્ષે યોજાનાર મહિલા World Cupને લઈ ICC નો લીધો આ મોટો નિર્ણય !

Ankita Trada

VIDEO: હવે આને કોણ સમજાવે, જુઓ તો ખરા લાઈવ રિપોર્ટીંગમાં કેમેરાની સામે આવી શું કરે છે આ ટેણીયું

Pravin Makwana

ટાપૂ પર ચીનની નજર, યુદ્ધાભ્યાસના અહેવાલોની વચ્ચે તાઈવાને તૈનાત કરી એન્ટી-શિપ મિસાઈલથી લેંસ F-16 ફાઈટર 

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!