GSTV
Home » News » શાઓમીએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક સાઈકલ, એક ચાર્જમાં ચાલશે 40 કિલોમીટર

શાઓમીએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક સાઈકલ, એક ચાર્જમાં ચાલશે 40 કિલોમીટર

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ નવી ફોલ્ડેબલ ઈલેક્ટ્રિક બાઈસિકલ રજૂ કરી છે. Qicycle Electric નામની આ ઈલેક્ટ્રિક સાઈકલની કિંમત 2,999 યુઆન એટલેકે લગભગ 30 હજાર રૂપિયા રાખી છે.

આ સાઈકલની ડિઝાઈન બહુજ સામાન્ય છે. તેના હેન્ડલબારની વચ્ચે એક લાઈટ સેન્સેટિવ ડિસપ્લે લાગેલાં છે જ્યાં ગિયર,સ્પીડ, બેટરી પાવર અને લાઈટ્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

ત્રણ રાઈડિંગ મોડ્સ

આ સાઈકલમાં ત્રણ રાઈડિંગ મોડ્સ (પ્યોર પેડલ, બૂસ્ટ અને ઈલેક્ટ્રિક) આપવામાં આવ્યા છે. સાઈકલનાં હેન્ડલબારમાં જમણી બાજુ પાવર સ્વિચ, હોર્ન બટન અને હાઈ લો ગિયર સ્વિચ લાગેલી છે.

બેટરી અને એન્જ

આ ઈલેક્ટ્રિક સાઈકલમાં 5.2Ahની લિથિયમ આયન બેટરી લાગેલી છે. જે 40 કિલોમીટર સુધી રસ્તો પાર કરવામાં મદદ કરે છે. ઈલેક્ટ્રિક મોડમાં તેની સ્પીડ કલાકદીઠ 25 કિલોમીટર સુધી પહોંચી શકે છે. જ્યારે આ સાડા ત્રણ કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.

READ ALSO

Related posts

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!