GSTV
Home » News » લોન્ચ થયો નવો Redmi 8 સ્માર્ટફોન, તેના કેમેરાના ફીચર્સ જાણી નવો કેમેરો ખરીદવાનું ભૂલી જશો

લોન્ચ થયો નવો Redmi 8 સ્માર્ટફોન, તેના કેમેરાના ફીચર્સ જાણી નવો કેમેરો ખરીદવાનું ભૂલી જશો

સ્માર્ટફોન કંપની Xiaomiને ભારતમાં Redmi 8 લોન્ચ કર્યો છે. તાજેતરમાં Redmi 8A લોન્ચ દરમિયાન કંપનીએ નવા સ્માર્ટફોન લોન્ચની હિન્ટ આપી છે. પરંતુ તેના ફીચર્સ તેને સારો બનાવો છે. Redmi 8ના 4GB રેમ અને 64GB મેમોરી વેરિએન્ટની કિંમત 8999 રૂપિયા છે. જોકે કંપની પહેલા 5 મિલિયન યુનિટ્સ સુધી તેને 7,999 રૂપિયામાં વહેંચશે. આ સેલની શરૂઆત 12 ઓક્ટોબરથી થશે. Redmi 8ના આ સ્માર્ટફોનમાં ડબલ કેમેરો આપવામાં આવશે.

પ્રાઈમરી કેમેરા 12 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. આમાં કંપનીને Sony IMX363. તેમાં એચડીઆરનો સપોર્ટ પણ આપવામાં આવશે. કેમેરા ઈંટરફેસમાં ગૂગલ લેન્સનો સપોર્ટ પણ મળશે. તેમાં 4GB રેમની સાથે 64GBની ઈંટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડની સાથે તેને વધારી શકાય છે. Redmo 8માં 6.2 ઈંચની એચડી ડિસ્પ્લે છે અને તેમાં ડોટ નોચ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રંડ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં રિયર ફિંગરપ્રિંટ સ્કેનર અને ફેસ અનલોકનું ફીચર આપવામાં આવ્યું છે. Redmo 8માં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ 27 દિવસમાં સ્ટેંડબાઈ બેકઅપ આપશે. કનેક્ટિવિટી માટે તેમાં USB Type Cનો સપોર્ટ આપવામાં આવ્યો છે, તેની સાથે 18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Redmi 8માં Qualcomm Snapdragon 439 પ્રોસેસર આપવામાં આવ્યો છે જે ઓક્ટાકોર છે. તેમાં 4GB રેમની સાથે 64GBનું સ્ટોરેજ આપવામાં આવશે. ડેડિકેટેડ માઈક્રો એસડી કાર્ડ સ્લોટ છે એટલે કે બે સિમ અને એક કાર્ડ લગાવી શકો છો. 512GB સુધીનું મેમોરી કાર્ડ લગાવી શકો છો. Redmi 8ને Aura ડિઝાઈનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ રૂબી રેડ, સફાયર બ્લૂ અને ઓનિક્સ બ્લેક વેરિએન્ટમાં મળશે. આ ફોનમાં P2i સ્પ્લેશ પ્રૂફ કોટિંગ આપવામાં આવી છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે Gorilla Glass 5 આપવામાં આવ્યો છે. આ ફોનમાં બે વેરિએન્ટ છે 3GB+32GB અને 4GB+64GB.

Read Also

Related posts

વીર સાવરકરના નામે શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે તેમના દીકરાની આવી જોરદાર પ્રતિક્રિયા, ઔવેસીને ઝાટક્યા

Nilesh Jethva

લખનઉમાં હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યા, ગોળી મારી દેવાઈ

Nilesh Jethva

આ દિવસો દરમિયાન બંધ રહેશે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની સર્વિસ, આવી રહી છે નવી વ્યવસ્થા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!