GSTV

Xiaomiએ લૉન્ચ કર્યા 3 શાનદાર સ્માર્ટફોન, કિંમત 10 હજારથી પણ ઓછી

સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ભારતમાં Redmi 6A, Redmi 6 અને  Redmi 6 Pro લૉન્ચ કરી દીધાં છે. તેની કિંમત 5,999 રૂપિયાથી શરૂ થા. છે. તેમને એક્સક્લુઝીવલી એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખરીદી શકાય છે. કંપનીએ જણાવ્યું કે જો રૂપિયાની સામે ડૉલરના ભાવ વધશે તો આ ફોન્સની કિંમતમાં ઉછાળો આવી શકે છે.

Redmi 6Aની કિંમત અને ફિચર્સ

રેડમી 6એની વાત કરીએ તો તેમાં 5.45 ઇંચની એચડી ડિસ્પ્લે, 12nm ક્વૉડકોર પ્રોસેસર, 13MP રેર કેમેરા, આર્ટિફિશિયલ ફેસ અનલૉક અને 3000mAhની ફુલ ડે બેટરી આપવામાં આવી છે. આ ફોનના 2જીબી રેમ અને 16જીબી  સ્ટોરેજ ધરાવતાં વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા છે.

Redmi 6ની કિંમત અને ફિચર્સ

 

Redmi 6Aની કિંમત અને ફિચર્સની વાત કરીએ તો તેમં 5.45 ઇંચની ડિસ્પ્લે સાથે આ ફોનમાં 12MP +5MPના ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 12nm ઓક્ટાકોર પ્રોસેસર, ફિંગર પ્રિન્ટ સેન્સર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફેસ અનલૉક ફિચર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 7999 રૂપિયા છે જ્યારે 3જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 9499 રૂપિયા છે.

Redmi 6 Proની કિંમત અને ફિચર્સ

Redmi 6 Proમાં 5.84  ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં સ્નેપડ્રેગન 625 ઑક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 12MP+5MP આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ આ ફોનમાં 4000mAhની બેટરી છે જે 2 દિવસ સુધી ચાલશે. તેના 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ ધરાવતાં વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા તથા 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ ધરાવતાં વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે.

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!