GSTV
Home » News » Xiaomiનો ગેમિંગ સ્માર્ટફોન Black Shark 2 ભારતમાં લૉન્ચ, આટલી છે કિંમત

Xiaomiનો ગેમિંગ સ્માર્ટફોન Black Shark 2 ભારતમાં લૉન્ચ, આટલી છે કિંમત

Xiaomi Black Shark 2 ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના નામ પરથી જ અંદાજ લગાવી શકાય કે આ એક ગેમિંગ સ્માર્ટફોન છે. જેને ચીની કંપનીએ ભારતમાં લૉન્ચ કર્યો છે. આ ફોનને અગાઉ ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં પહેલીવાર શાઓમીએ આ સીરીઝનો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. Xiaomi Black Shark 2માં Qualcomm Snapdragon 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેની કિંમત 39,999 રૂપિયા રાખવામાં આવી છે.


Xiaomi Black Shark 2નું બેઝ વેરિએન્ટ 6 જીબી રેમ વાળું છે જેની ઇન્ટરનલ મેમરી 128 જીબી છે. ટૉપ વેરિએન્ટ 8 જીબી રેમની સાથે 256 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે. તેની કિંમત 49,999 રૂપિયા છે. તેનું વેચાણ 4 જૂનથી ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર થશે.

Xiaomi Black Shark 2માં ગેમિંગ સાથે સંબંધિત કેટલાંક ખાસ ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની સાથે જૉયસ્ટિક અને એક્સ્ટ્રા એક્સેસરીજ પણ મળશે. કંપનીએ જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોનમાં ડેડિકેટેડ કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે જે તેને કૂલ રાખે છે. અન્ય ગેમિંગ સ્માર્ટફોનની જેમ જ Xiaomi Black Shark 2માં પણ બેકલિટ લોગો આપવામાં આવ્યો છે.

Xiaomi Black Shark 2ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફુલ એચડી એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ એક હાઇ-એન્ડ ગેમિંગ ફોન છે. માનવામાં આવી રહ્યું છે કે તેની સીધી ટક્કર Asus ROG Phone અને  NUBIA Red Magic 3 સાથે થશે. બ્લેક શાર્ક-2 કંપનીનો સેકન્ડ જનરેશન ગેમિંગ સ્માર્ટફોન છે. આ અગાઉ ચીનમાં ગેમિંગ માટે બ્લેક શાર્ક હેલો લોન્ચ કરવામાં આવ્યો હતો.

શાઓમી તરફથી ભારતમાં આવનાર આ પ્રથમ ગેમિંગ સ્માર્ટફોન હશે. ફોનને હાઇ-એન્ડ ગેમિંગ ફોન કહેવામાં આવી રહ્યો છે. એટલા માટે આશા રાખવામાં આવી રહી છે કે તેમાં ઘણા પ્રીમિયમ ટોપ એન્ડ કેટેગરીની સ્પેસિફિકેશન જોવા મળશે.

ગેમિંગનો રોમાંચ સારો રહે તે માટે કંપનીએ આ ડિસ્પ્લેનું પ્રેશન સેન્સિટિવ બનાવ્યું છે. ફોન ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. ફોન 6જીબી રેમ સાથે 1238 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ સાથે 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં આવે છે.

પ્રોસેસરની વાત કરવામાં આવે તો શાઓમીએ તેમાં ફ્લેગશિપ સ્નૈપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેવી ગેમિંગના કારણે ફોનની બેટરી જલદી ખત્મ ના થાય એટલા માટે તેમાં 27 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,000mAhની બેટરી આપવામાં આવી છે. ગેમિંગથી ફોન વધુ ગરમ ના થાય એટલા માટે લિક્વિડ કૂલિંગની 3.0 આવેલું છે.

ગેમિંગની સાથે આ ફોનમાં ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલ, 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 20 મેગાપિક્સલનો કેમેરા છે. એન્ડ્રોઇડ 9 પાઇ ઓએસ સાથે આવનારો આ ફોન પબજી અને Fortnite જેવી ગેમ્સ રમનારા જરૂર પસંદ કરશે.

Read Also

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!